Gujarat

વડોદરા RTO દ્વારા ફોર વ્હીલર નવી સિરીઝ GJ-06-RG માટે ઇ-ઑક્શન શરૂ થશે

By GS TEAM
18 Apr 20261 min read
TukuTouch Logo
વડોદરા પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી (RTO) દ્વારા ફોર વ્હીલર (મોટર કાર) વાહનોના પસંદગીના ગોલ્ડ, સિલ્વર તથા અન્ય સિલેક્ટેડ નંબરોની ફાળવણી માટે ઓનલાઇન ઇ-ઑક્શનની વ્યવસ્થા કરવામાં આવી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરા RTO દ્વારા ફોર વ્હીલર નવી સિરીઝ GJ-06-RG માટે ઇ-ઑક્શન શરૂ થશે

Vadodara RTO Office : વડોદરા પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી (RTO) દ્વારા ફોર વ્હીલર (મોટર કાર) વાહનોના પસંદગીના ગોલ્ડ, સિલ્વર તથા અન્ય સિલેક્ટેડ નંબરોની ફાળવણી માટે ઓનલાઇન ઇ-ઑક્શનની વ્યવસ્થા કરવામાં આવી છે.

આ અંતર્ગત ફોર વ્હીલર માટેની નવી સિરીઝ GJ-06-RG 0001 થી 9999 સુધીના નંબરો માટે તા. 24 એપ્રિલ 2026થી ઇ-ઑક્શન પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. ઇચ્છા ધરાવતા વાહન માલિકો http://parivahan.gov.in/fency પર ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવી ઇ-ઑક્શનમાં ભાગ લઈ શકશે.

તારીખ 24 થી 26 એપ્રિલ સુધી ઓનલાઇન ફોર્મ રજિસ્ટ્રેશન અને અરજી તથા તારીખ 26 થી 28 એપ્રિલ સુધી બિડિંગ ઓપન રહેશે.

ઉલ્લેખનીય છે કે વાહનના સેલ લેટરમાં દર્શાવેલ વેચાણ તારીખથી 7 દિવસની અંદર CNA ફોર્મ જમા કરાવનાર અરજદારો જ હરાજીમાં ભાગ લઈ શકશે. નિયત સમય બાદ આવેલી અરજીઓ રદ કરવામાં આવશે, તેમ પ્રાદેશિક વાહન વ્યવહાર વિભાગે જણાવ્યું છે.