Gujarat

દિવાળીએ મનપસંદ કાર નંબર મેળવવાનો મોકો: વડોદરા આરટીઓ દ્વારા ગોલ્ડન અને સિલ્વર નંબરોની ઈ-હરાજી

By GS TEAM
11 Oct 20251 min read
TukuTouch Logo
વડોદરા આરટીઓ કચેરીએ ફોર વ્હીલર વાહનો માટે પસંદગીના ગોલ્ડન, સિલ્વર તેમજ અન્ય વિશિષ્ટ નંબરોની ફાળવણી માટે ઓનલાઇન ઈ-ઓક્શન પ્રક્રિયા શરૂ કરવાની જાહેરાત કરી છે. આ હરાજી જીજે 06 આરઈ સિરીઝના નવી કાર રજીસ્ટ્રેશન નંબરો માટે યોજાશે. માહિતી મુજબ, ઈ-ઓક્શનની પ્રક્રિયા 17 ઓક્ટોબરથી શરૂ થઈ 21 ઓક્ટોબર સુધી ચાલુ રહેશે.

Summarized by AI; it may make mistakes. Check important info

દિવાળીએ મનપસંદ કાર નંબર મેળવવાનો મોકો: વડોદરા આરટીઓ દ્વારા ગોલ્ડન અને સિલ્વર નંબરોની ઈ-હરાજી

વડોદરા આરટીઓ કચેરીએ ફોર વ્હીલર વાહનો માટે પસંદગીના ગોલ્ડન, સિલ્વર તેમજ અન્ય વિશિષ્ટ નંબરોની ફાળવણી માટે ઓનલાઇન ઈ-ઓક્શન પ્રક્રિયા શરૂ કરવાની જાહેરાત કરી છે. આ હરાજી જીજે 06 આરઈ સિરીઝના નવી કાર રજીસ્ટ્રેશન નંબરો માટે યોજાશે. માહિતી મુજબ, ઈ-ઓક્શનની પ્રક્રિયા 17 ઓક્ટોબરથી શરૂ થઈ 21 ઓક્ટોબર સુધી ચાલુ રહેશે.

અરજદારોને પ્રથમ પરિવહન વિભાગની અધિકૃત વેબસાઈટ પર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવું રહેશે. રજીસ્ટ્રેશન માટેની અંતિમ તારીખ 21 ઓક્ટોબર છે, જ્યારે બીડિંગ (હરાજી પ્રક્રિયા) 19 થી 21 ઓક્ટોબર દરમિયાન ખુલ્લી રહેશે. આ પ્રક્રિયામાં તે જ અરજદારો ભાગ લઈ શકશે જેઓએ તેમના વાહન સેલ તારીખથી 7 દિવસની અંદર CNA ફોર્મ જમા કરાવ્યું હશે. આ ઈ-ઓક્શન દ્વારા રાજ્ય સરકારને આવકમાં વધારો થવાની સાથે લોકોને મનપસંદ નંબર મેળવવાની તક મળશે.