Get The App

વડોદરામાં ટુ-વ્હીલર વાહન માટે પસંદગીનો નંબર મેળવવાની તક, નવી GJ 06 SN સિરીઝનું ઓક્શન

Updated: Nov 27th, 2025

GS TEAM

Google News
Google News
વડોદરામાં ટુ-વ્હીલર વાહન માટે પસંદગીનો નંબર મેળવવાની તક, નવી GJ 06 SN સિરીઝનું ઓક્શન 1 - image

Vadodara RTO Office : વડોદરા આર.ટી.ઓ. કચેરી દ્વારા ટુ-વ્હીલર વાહનોના પસંદગીના ગોલ્ડન, સિલ્વર તથા અન્ય પ્રીમિયમ નંબરોની ફાળવણી માટે ઓનલાઈન ઈ-ઓક્શન શરૂ કરવામાં આવ્યું છે. આ ઓક્શન ટુ-વ્હીલર વાહન ચાલકો માટે પોતાના મનપસંદ નંબર મેળવવાની સોનેરી તક છે.

નવી સીરીઝ GJ 06 SN માટે નંબર ફાળવણીની હરાજી તા.02 ડિસેમ્બર 2025થી શરૂ થશે. ઇચ્છુક વાહન માલિકોએ પોતાના વાહનોનું રજીસ્ટ્રેશન કરાવીને http://parivahan.gov.in/fency પોર્ટલ પર ઓનલાઇન રજીસ્ટ્રેશન કરી હરાજીમાં ભાગ લઈ શકશે. તા.2 ડિસેમ્બરે સાંજે 4 વાગ્યાથી તા.4 ડિસેમ્બર 3:59 સુધી ઓનલાઇન ફોર્મ રજીસ્ટ્રેશન અને એપ્લિકેશન કરવાની રહેશે. તા.4 ડિસેમ્બર સાંજે 4 વાગ્યાથી તા.6 ડિસેમ્બરસાંજે 4:00 વાગ્યા સુધી બિડિંગ ઓપન રહેશે.વાહનના સેલ લેટરમાં દર્શાવેલી વેચાણ તારીખથી 7 દિવસની અંદર સી.એન.એ. ફોર્મ જમા કરાવનાર અરજદારો જ હરાજીમાં ભાગ લેવા પાત્ર ગણાશે. સમય મર્યાદા બાદ કરાયેલી અરજીઓ રદ કરવામાં આવશે.