વડોદરા, તા. 26
વડોદરા શહેરના છાણી વિસ્તારમાં વર્ષ 2015-16 માં ટીપી સ્કીમ નંબર 49 માં તે વખતના ટીપીઓ અને હાલના વુડાના સિનિયર ટાઉન પ્લાનિંગ ઓફિસર મહેશ સોલંકી દ્વારા કેટલાક બિલ્ડરોને ફાયદો કરી આપવા ઓછી કપાત કરી એટલું જ નહીં મૂળ ખંડની જમીનમાં નજીકમાં જ અંતિમ ખંડ ફાળવવા તેમજ ફોર્મ એફ અને નકશાઓ ની વિગત માં પણ વિસંગતતા રાખી ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હતો જેની ગંભીર નોંધ ગુજરાત સરકારના શહેરી વિકાસ વિભાગએ લીધી હતી અને ટીપી સ્કીમમાં મહત્વના ફેરફારો કરવા પણ સુચના આપી હતી.
હાલમાં છાણી ટીપી સ્કીમ નંબર 49માં જ્યાં એક પણ મકાન નથી માત્ર ખેતરો છે ત્યાં ભાજપના કોર્પોરેટર પરાક્રમસિંહ જાડેજા ના સૂચનથી રસ્તો બનાવવામાં આવતા તે વિવાદ સમગ્ર વડોદરા માં ચર્ચા નો વિષય બન્યો છે.ત્યારે છાણીની ટીપી સ્કીમ નંબર 49ની વિગત ચકાસતા આ મુળખંડ 170ને હાઈવેની નજીક માર્જિનમાં કપાત થતી હોવાને કારણે 18 મીટર રસ્તા તરફ ખસેડાયો હોવાનું ધ્યાને આવેલ છે .
આ છાણીની નગરરચના યોજના 2015-16 માં હાલમાં વુડામાં નિયુક્ત મહેશ સોલંકી દ્વારા બનાવી હોવાનું ધ્યાને આવતા આ નગર રચના યોજના સરકારે પણ મંજુર કરતી વખતે નોટિફિકેશન માં મોટા પ્રમાણ માં ફેરફાર કરવા સૂચન કર્યું હતું. ,તેમાં વિવાદિત મુળખંડ નંબર 170નો ઉલ્લેખ હતો અને તે ફાઇનલ પ્લોટ ને પોતાના મુળખંડ માં લઇ જવાનો સ્પષ્ટ ઉલ્લેખ હતો , ત્યારબાદ નિમાયેલ ટીપીઓ ડાભી દ્વારા પણ ધ્યાને ના લેતા મહેશ સોલંકી દ્વારા ફાળવેલી જગ્યાએજ ફાઇનલ પ્લોટ ચાલુ રખાયો હતો.
આ ઉપરાંત સરકાર એ મુળખંડ થી મલાઈદાર જગ્યા એ ખસેડેલા ફાઇનલ પ્લોટ ને મૂળ ખંડ નંબરની જમીનોમાં ઓછી કપાત કરી હોવા છતાં બાંધકામ પરવાનગી આપવામાં આવી હતી.
સમગ્ર નગરરચના યોજના છાણી નંબર 49 ચકસતાં તે વખત ના ટીપીઓ મહેશ સોલંકી દ્વારા મોટા પ્રમાણ માં અંતિમ ખંડો ને મુળખંડ થી દૂર મલાઈવાળી જગ્યા એ ફાળવ્યા હોવાનું ધ્યાને આવ્યું હતું . આ ઉપરાંત કેટલીક જમીનો માં 40 % ને બદલે 20%,10% કે 0 % કપાત કર્યા નું ધ્યાને આવ્યું હતું . આ અંગે સમગ્ર છાણી ગામ ના રહીશો તથા ભાજપ ના એક અગ્રણી દ્વારા મુખ્યમંત્રી સુધી આ ટીપી સ્કીમ છાણી નંબર 49 માં ભારે ભ્રષ્ટાચાર થયા ની વિગતો પહોંચાડી હતી અને તે અંગે ભારે હોબાળો થતા તાત્કલીક અસર થી ટીપીઓ મહેશ સોલંકી ની બદલી શિક્ષાત્મક પગલાં તરીકે
શિક્ષાત્માંક પગલાં તરીકે સ્ટેમ્પ ડયુટી વિભાગની સાઇડપોસ્ટમાં કરવામાં આવી હતી. ત્યારે હવે સંવેદનશીલ ગણાતી વુડા ની એસટીપીઓ ની પોસ્ટ પર એમની નિમણૂંક કયા સંજોગો માં કરવામાં આવેલ છે તે ચર્ચા નો વિષય બન્યો છે.
હાલ માં વુડા માં સંખ્યાબંધ ટીપી સ્કીમો તથા તૃતીય પુનરાવર્તીત વિકાસયોજના બનતી હોય ત્યારે આવા ભ્રષ્ટાચાર માં વિવાદિત અધિકારી ની નિમણૂક થી મોટો વિવાદ સર્જાશે તેમ જાણવા છે.


