Gujarat

વડોદરા રેલવે વિભાગની પહેલ : દિવ્યાંગ મુસાફરો માટે નિઃશુલ્ક સહાય સેવા શરૂ

By GS TEAM
19 Nov 20251 min read
TukuTouch Logo
વડોદરા રેલવે વિભાગે દિવ્યાંગજનો માટે નિઃશુલ્ક સહાય સેવા શરૂ કરી છે. વાણિજ્યિક વિભાગ દ્વારા કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (CSR) અંતર્ગત ફાઉન્ડેશનના સહયોગથી આ મહત્વપૂર્ણ પહેલ અમલમાં મૂકાઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરા રેલવે વિભાગની પહેલ : દિવ્યાંગ મુસાફરો માટે નિઃશુલ્ક સહાય સેવા શરૂ

Vadodara : વડોદરા રેલવે વિભાગે દિવ્યાંગજનો માટે નિઃશુલ્ક સહાય સેવા શરૂ કરી છે. વાણિજ્યિક વિભાગ દ્વારા કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (CSR) અંતર્ગત ફાઉન્ડેશનના સહયોગથી આ મહત્વપૂર્ણ પહેલ અમલમાં મૂકાઈ છે.

સુલભ ભારત અભિયાન હેઠળ વડોદરા મંડળના કુલ 66 સ્ટેશનો પર 172 ક્રચેસ (વોકિંગ સ્ટિક) (86 જોડી) ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે, જે દિવ્યાંગ મુસાફરોને સ્ટેશનો પર નિઃશુલ્ક આપી તેમની અવરજવરને સરળ બનાવશે. આ પહેલ માત્ર દિવ્યાંગજનોને સુવિધા અને આત્મવિશ્વાસ પૂરું પાડે છે નહીં, પણ રેલવેની સામાજિક જવાબદારી અને સહયોગી સંસ્થાની હકારાત્મક ભૂમિકાને પણ દર્શાવે છે.