વડોદરા રેલવે વિભાગે સતર્કતા જાગૃતતા સપ્તાહની શરૂઆત કરી

પશ્ચિમ રેલવેના વડોદરા વિભાગ દ્વારા તા. ૨૭ ઓક્ટોબ રથી ૨ નવેમ્બર સુધી સતર્કતા આપણી સહિયારી જવાબદારી થીમ હેઠળ સતર્કતા જાગૃતતા સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે.
આજે પ્રતાપ નગર ખાતે પશ્ચિમ રેલવેના એસડીજીએમ (સિનિયર ડેપ્યુટી જનરલ મેનેજર) કુલદીપ કુમાર જૈનના માર્ગદર્શન હેઠળ અને ડીઆરએમ (ડવિઝનલ રેલવે મેનેજર) રાજુ ભડકેની અધ્યક્ષતામાં સતર્કતા જાગૃતતા સપ્તાહ બેઠકમાં કુલદીપકુમાર જૈને અધિકારીઓને સંબોધન કર્યુ હતું કે, ભારતીય રેલવેમાં પારદર્શિતા, નૈતિકતા અને સિસ્ટમ સુધારણા માટે દરેક કર્મચારીની જવાબદારી મહત્વપૂર્ણ છે. વિવિધ વિભાગોમાં ચાલી રહેલા સિસ્ટમ સુધારાના પ્રયતોની સમીક્ષા કરી અને કાર્યપદ્ધતિમાં વધુ પારદર્શિતા લાવવાના પ્રયાસો કર્યા હતા. બેઠક અગાઉ કુલદીપકુમાર જૈને લોકો શેડનું નિરીક્ષણ કર્યું કરી શેડના અધિકારીઓ, સુપરવાઈઝરો અને કર્મચારીઓ સાથે સતર્કતા વિષય પર ચર્ચા વિચારણા કરી હતી. તથા સતર્કતા અંગે જાગૃતતા હેતુ ભ્રષ્ટાચાર સામે એકજૂથ થવાના સંદેશા સાથે પ્રતાપનગરથી સાયકલ રેલીનું આયોજન કરાયું હતું.

