Gujarat

વડોદરા રેલવે વિભાગને એક વર્ષમાં રૂ. 697 કરોડની આવક

By GS TEAM
24 Apr 20261 min read
TukuTouch Logo
પશ્ચિમ રેલ્વેના વડોદરા વિભાગે લક્ષ્યાંક હાંસલ કરતા નાણાકીય વર્ષ 2025-26માં કુલ 697.57 કરોડ રૂપિયાની યાત્રી આવક મેળવી છે, જે ગત વર્ષના 638.68 કરોડની સરખામણીએ 8.34 ટકા વધારે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરા રેલવે વિભાગને એક વર્ષમાં રૂ. 697 કરોડની આવક

Western Railways : પશ્ચિમ રેલ્વેના વડોદરા વિભાગે લક્ષ્યાંક હાંસલ કરતા નાણાકીય વર્ષ 2025-26માં કુલ 697.57 કરોડ રૂપિયાની યાત્રી આવક મેળવી છે, જે ગત વર્ષના 638.68 કરોડની સરખામણીએ 8.34 ટકા વધારે છે.

 ટિકિટ ચેકિંગ દ્વારા 18.50 કરોડની આવક મળી-ગત વર્ષ કરતાં 18.42 ટકા વધારો. નૉન-ફેર રેવેન્યૂનો આંકડો રૂ. 7.23 કરોડ રહ્યો, જે પાછલા વર્ષના 6.92 કરોડ કરતાં 4.47 ટકા વધારે છે. સંડ્રી (વૈવિધ્ય) આવક 13.89 કરોડ સાથે અત્યાર સુધીની સૌથી વધુ નોંધાઈ.

 વડોદરા વિભાગે 50.28 મિલિયન (5.03 કરોડ ) પ્રવાસીઓ નોંધ્યા- ગત વર્ષના 43.98 મિલિયન કરતાં 14.32 ટકા વધારો છે.

 રેલ મદદ ફરિયાદોમાં 112 ટકાનો ઘટાડો અને નિવારણ સમયમાં 60નો સુધારો નોંધાયો હોવાનું રેલવે વિભાગે જણાવ્યું છે.