Get The App

વીજ રીપેરીંગ અંગે વિવિધ વિસ્તારમાં તા.3 થી તા.11 વીજ પુરવઠો બંધ રહેશે

Updated: Oct 2nd, 2025

GS TEAM

Google News
Google News
વીજ રીપેરીંગ અંગે વિવિધ વિસ્તારમાં તા.3 થી તા.11 વીજ પુરવઠો બંધ રહેશે 1 - image


વડોદરા શહેરના વિવિધ વિસ્તારમાં રીપેરીંગ અંગે વીજ પુરવઠો સવારે 6:00 વાગ્યાથી 10:00 વાગ્યા સુધી બંધ રહેશે. રીપેરીંગ પૂરું થયા બાદ કોઈપણ જાતની જાણ કર્યા વિના વીજ પુરવઠો શરૂ કરી દેવાશે. 

ઉલ્લેખનીય છે કે આવતીકાલે તા. 3, શુક્રવારે વાસણા સબ ડિવિઝન, માઈલ સ્ટોન ફીડર શહીદ આસપાસનો વિસ્તાર. તેવી જ રીતે તા. 4, શનિવારે અટલાદરા ફીડર, મહાબલીપુરમ ફીડરના આસપાસનો વિસ્તાર તથા તા. 5, રવિવારે અલકાપુરી ફીડર, પનોરમાં ફીડરના આસપાસનો વિસ્તાર, એવી જ રીતે તા. 7, મંગળવારે અલકાપુરી ફીડર, આર્કેડ ફીડર તથા અકોટા સબ ડિવિઝન, ગુજરાત ટ્રેક્ટર ફીડર, અટલાદરા સબ ડિવિઝન યોગી ફીડરના આસપાસનો વિસ્તાર સહિત તા. 8, બુધવારે સમા સબ ડિવિઝન અણુશક્તિ ફીડર, ફતેગંજ સબ ડિવિઝનના આસપાસનો વિસ્તાર અને તા. 9, ગુરુવારે લક્ષ્મીપુરા સબ ડિવિઝન, , અલકાપુરી સબ ડિવિઝન, અલકાપુરી ફીડરના આસપાસનો વિસ્તાર અને તા. 10, શુક્રવારે, સમા સબ ડિવિઝન, ચાણક્ય પૂરી ફીડરના આસપાસનો વિસ્તાર તેમજ તા. 11, શનિવારે અલકાપુરી ફીડર, ટ્રાઇડેન્ટ ફીડરના આસપાસના વિસ્તારમાં નિયત તારીખે અને સમયે વીજ પુરવઠો રીપેરીંગ માટે કામકાજ અંગે બંધ રહેવાનો હોવાનું વિશ્વામિત્રી પશ્ચિમ વિભાગના કાર્યપાલક ઈજનેર દ્વારા જણાવ્યું છે.

Tags :