Gujarat

વડોદરા પોલીસે જુદા-જુદા રાજ્યોમાંથી લાંબા સમયથી વોન્ટેડ વધુ 14 આરોપીનો પત્તો લાગ્યો, 14 માંથી 7ના મોત

By GS TEAM
19 Dec 20251 min read
TukuTouch Logo
વડોદરા ક્રાઈમ બ્રાન્ચ દ્વારા લાંબા સમયથી નહીં પકડાતા 650થી વધુ આરોપીઓને શોધવા માટે ચલાવવામાં આવી રહેલી ઝુંબેશ દરમિયાન વધુ 14 આરોપીનો પત્તો મળ્યો છે. જે પૈકી સાતના મોત થયા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરા પોલીસે જુદા-જુદા રાજ્યોમાંથી લાંબા સમયથી વોન્ટેડ વધુ 14 આરોપીનો પત્તો લાગ્યો, 14 માંથી 7ના મોત

Vadodara Police : વડોદરા ક્રાઈમ બ્રાન્ચ દ્વારા લાંબા સમયથી નહીં પકડાતા 650થી વધુ આરોપીઓને શોધવા માટે ચલાવવામાં આવી રહેલી ઝુંબેશ દરમિયાન વધુ 14 આરોપીનો પત્તો મળ્યો છે. જે પૈકી સાતના મોત થયા છે.

વડોદરા શહેર પોલીસ દ્વારા જુદી જુદી ટીમો બનાવી પરપ્રાંતિય આરોપીઓને શોધવા માટે જે તે રાજ્યની પોલીસની મદદ લઈને કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેમાં અત્યાર સુધીમાં એક વર્ષથી 32 વર્ષ સુધીના સમયગાળાના વોન્ટેડ એવા 50 જેટલા આરોપી પકડાયા છે.

વડોદરા ક્રાઈમ બ્રાન્ચે અપહરણ, છેતરપિંડી, ચોરી જેવા ગુનાઓમાં વોન્ટેડ વધુ 14 આરોપીનો પત્તો મેળવ્યો છે. જેમાંથી સાથ આરોપી સુધી પોલીસ પહોંચી ગઈ છે. એક આરોપી બિહારની જેલમાં ડ્રગ્સ કેસમાં આજીવન સજા ભોગવી રહ્યો છે. જ્યારે બીજા છ ને વડોદરા લાવવા તજવીજ કરવામાં આવી રહી છે. જ્યારે સાત આરોપી એવા છે જેમનો પત્તો તો મળ્યો હતો પરંતુ તેઓ હયાત નથી જેથી મૃત્યુ પામેલા આવા આરોપીઓના ડેથ સર્ટીફીકેટ મેળવી તેમના નામ કમી કરવા માટે ની આગળની કાર્યવાહી કરવામાં આવનાર છે.