વડોદરા પોલીસનો સપાટો, એક જ રાતમાં 500 થી વધુ અસામાજિક તત્વો સામે કાર્યવાહી
Vadodara Police : રાજ્ય પોલીસવાળાએ ગુંડા તત્વો સામે ઝુંબેશ ચલાવવા માટે આદેશ આપ્યા બાદ વડોદરા શહેર પોલીસે ગઈ કાલે રાત્રે તમામ વિસ્તારોમાં એક સાથે અસામાજિક તત્વો ઉપર સપાટો બોલાવ્યો હતો.
અમદાવાદમાં સશસ્ત્ર હુમલાખોરોએ ખોફ પેદા કર્યા બાદ રાજ્ય પોલીસ વડાએ આવા તત્વો સામે કાર્યવાહી કરવા સૂચના આપી હતી. જેને પગલે ગઈકાલે રાત્રે વડોદરા શહેરના તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓ પોલીસ કાફલા સાથે જુદા જુદા વિસ્તારોમાં ફરી વળ્યા હતા.
પોલીસે 500 જેટલા અસામાજિક તત્વો તેમજ ગુનાઈત ભૂતકાળ ધરાવતા તત્વોને અટકમાં લીધા હતા. 436 વાહનો ચેક કર્યા હતા જ્યારે, 55 વાહનો ડીટેઇન કર્યા હતા. પોલીસની કાર્યવાહીને પગલે મોડી રાત્રે રઝળપાટ કરતા તત્વોમાં ફફડાટ જોવા મળ્યો હતો.