પાકિસ્તાની જાસૂસ જ્યોતિના કિસ્સાને પગલે એલર્ટઃવડોદરા પોલીસનુું સાયબર પેટ્રોલિંગ
વડોદરાઃ વડોદરા શહેર પોલીસ દ્વારા દેશદ્રોહી પ્રવૃત્તિ પર નજર રાખવા માટે સાયબર પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે.જેમાં એક ખાસ ટીમ દ્વારા રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિને લગતા મેસેજો પર નજર રાખવામાં આવી રહી છે.
હરિયાણાની યુટયુબર જ્યોતિ મલ્હોત્રા દ્વારા આઇએસઆઇને ઇશારે પાકિસ્તાન માટે જાસૂસી કરવાનું નેટવર્ક ખૂલ્યા બાદ તમામ શહેરોના સાયબર સેલને વધુ એલર્ટ કરવામાં આવ્યા છે.
વડોદરા શહેર પોલીસના સાયબર સેલ દ્વારા પણ સાયબર પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે.જેમાં પોલીસની ટીમ દ્વારા રાષ્ટ્રદ્રોહને લગતા તેમજ પાકિસ્તાન તરફી મેસેજો અને રીલ પર નજર રાખવામાં આવી રહી છે.આ ઉપરાંત એક જ પ્રકારના વધુ વાયરલ મેસેજો પણ રડારમાં રહેશે.
પોલીસ કમિશનરે પણ દેશદ્રોહી પ્રવૃત્તિને લગતી માહિતી મળે તો પોલીસને પહોંચાડવા અપીલ કરી છે.જ્યારે,સાયબર સેલની કામગીરીનું સુપરવિઝન ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી અને સાયબરના એસીપી સહિતના અધિકારીઓ કરી રહ્યા છે.