પાકિસ્તાન સાથે તણાવ વચ્ચે વડોદરા પોલીસ સજ્જ, સિક્યુરિટી એજન્સીઓ સાથે મહત્ત્વની બેઠક યોજી
Vadodara Police: વડોદરા: ભારત પાકિસ્તાન વચ્ચે સર્જાયેલી તનાવપૂર્ણ સ્થિતિ વચ્ચે વડોદરા શહેરમાં કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે પોલીસ સજ્જ થઈ છે. ત્યારે એક પછી એક વિભાગો સાથે બેઠકો કરવામાં આવી રહી છે.
મળતી માહિતી અનુસાર, ગુરૂવારે (અઠમી મે) મોડી સાંજે પોલીસ કમિશનરે મહત્ત્વના ઔદ્યોગિક એકમો, ફાયર વિભાગ,એરપોર્ટ સહિતની સીઆઇએસએફના અધિકારીઓ તેમજ વિવિધ સિક્યુરિટી એજન્સીઓના અધિકારીઓ સાથે મહત્ત્વની બેઠક યોજી હતી. પોલીસ કમિશનરે તમામ એજન્સીઓને સુરક્ષા અને સલામતીનું ઓડિટ કરવા માટે સૂચના આપી ઈમરજન્સી વખતે શું કરવું અને કેવી રીતે સંકલનમાં રહેવું તેવા મુદ્દા સહિતની કેટલીક મહત્ત્વની માર્ગદર્શિકા આપી હતી.