Get The App

પતિને છોડી બાળકો સાથે ગુમ થયેલી મહિલાને વડોદરા પોલીસે પાંચ મહિને શોધી કાઢી

Updated: Jun 2nd, 2025

GS TEAM


Google News
Google News
પતિને છોડી બાળકો સાથે ગુમ થયેલી મહિલાને વડોદરા પોલીસે પાંચ મહિને શોધી કાઢી 1 - image


Vadodara Police : વડોદરાના નંદેસરી વિસ્તારમાં ગુમ થઈ ગયેલી બે સંતાનો સાથે ગુમ થયેલી માતાને પાંચ મહિના બાદ પોલીસે શોધી કાઢી છે.

નંદેસરી નજીકના ગામમાં રહેતા વિનયભાઈ ચારેણની પત્ની જાન્યુઆરી મહિનામાં બે સંતાન સાથે ગુમ થઈ જતા તેની શોધખોળ કર્યા બાદ નંદેસરી પોલીસ સ્ટેશનને ફરિયાદ કરવામાં આવી હતી. 

પોલીસ દ્વારા મહિનાને શોધવા માટે તેમના સગા સંબંધીઓ અને અન્ય આશ્રય સ્થાનો ઉપર તપાસ કરવામાં આવી હતી. પરંતુ તેનો ક્યાંય પત્તો મળતો ન હતો. જે દરમિયાન મહિલા તેના બન્ને સંતાનો સાથે દાહોદના શહેરા ખાતે રહેતી હોવાની વિગતો મળતાં પોલીસે ત્યાંની સ્થાનિક પોલીસની મદદથી મહિલાને શોધી કાઢી તેના પરિવારને સોંપવા તજવીજ કરી હતી. મહિલા કયા કારણસર ગઈ હતી અને આટલો સમય ક્યાં રહી હતી તેની પોલીસ હવે પછી પૂછપરછ કરશે.

Tags :