Get The App

વડોદરા પોલીસે 331 જણાને રાઉન્ડ અપ કર્યા, આચાર સંહિતા બાદ દારૃના 197 કેસઃડ્રિન્ક એન્ડ ડ્રાઇવના 27 કેસ

Updated: Apr 8th, 2026

GS TEAM

Google News
Google News
વડોદરા પોલીસે 331 જણાને રાઉન્ડ અપ કર્યા, આચાર સંહિતા બાદ દારૃના 197 કેસઃડ્રિન્ક એન્ડ ડ્રાઇવના 27 કેસ 1 - image

વડોદરાઃ વડોદરા શહેરમાં ચૂંટણી દરમિયાન કોઇ અનિચ્છનિય બનાવ ન બને તે હેતુથી પોલીસ દ્વારા નાકાબંધી અને અસામાજિક તત્વોને રાઉન્ડઅપ કરવા જેવા પગલાં લેવાની શરૃઆત કરવામાં આવી છે.

પોલીસ કમિશનરે ગઇકાલે તમામ પોલીસ અધિકારીઓ સાથે મીટિંગ કરી નાકાબંધી,વાહન ચેકિંગ,ફૂટ પેટ્રોલિંગ અને કોમ્બિંગ માટે સૂચનાઓ આપી હતી. પોલીસે આચાર સંહિતા બાદ વિવિધ કલમો હેઠળ ૩૩૧ તત્વોને રાઉન્ડઅપ કર્યા છે. જ્યારે,૯ જણાની પાસા હેઠળ અટકાયત કરી છે.

આચાર સંહિતાના અમલ બાદ પોલીસે દારૃના કુલ ૧૯૭ કેસ કરી ૪૨ લાખનો દારૃ પકડયો છે.જ્યારે,કુલ ૩૪૬૨ વાહનોનું ચેકિંગ કરાયું હતું.જેમાં ડ્રિન્ક એન્ડ ડ્રાઇવના ૨૭ કેસ કરવામાં આવ્યા છે અને ૯૮વાહનો કબજે લેવામાં આવ્યા છે.