Gujarat

વડોદરા પોલીસે ચરસ, બ્રાઉન સુગર, MD ડ્રગ્સ, ગાંજો સહિત 88 લાખનો ડ્રગ્સનો જથ્થો નાશ કર્યો

By GS TEAM
20 Jun 20251 min read
TukuTouch Logo
વડોદરા પોલીસ દ્વારા પકડવામાં આવેલા ડ્રગ્સના મોટા જથ્થાનો કોર્ટના આદેશથી દહેજની સરકાર હસ્તકની કંપનીમાં નાશ કરવામાં આવ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરા પોલીસે ચરસ, બ્રાઉન સુગર, MD ડ્રગ્સ, ગાંજો સહિત 88 લાખનો ડ્રગ્સનો જથ્થો નાશ કર્યો

Vadodara Police : વડોદરા પોલીસ દ્વારા પકડવામાં આવેલા ડ્રગ્સના મોટા જથ્થાનો કોર્ટના આદેશથી દહેજની સરકાર હસ્તકની કંપનીમાં નાશ કરવામાં આવ્યો છે.

વડોદરા પોલીસ દ્વારા જુદી જુદી વખતે દરોડા પાડીને ચરસ, એમડી ડ્રગ, બ્રાઉન સુગર, ગાંજો અને નશીલા ઇન્જેક્શનોનો મોટો જથ્થો પકડવામાં આવ્યો હતો. જેમાંથી 20 ગુનાઓના 88 લાખથી વધુની કિંમતના મુદ્દામાલનો નાશ કરવા માટે કોર્ટે મંજૂરી આપતા દહેજ ખાતેની સરકારી કંપનીની ભઠ્ઠીમાં તેનો નાશ કરવામાં આવ્યો છે.

આ જથ્થામાં સૌથી વધુ 71 લાખનું 722 ગ્રામ એમડી ડ્રગ્સ છે. જ્યારે 8.39 લાખનું 83 ગ્રામ બ્રાઉન સુગર, 6 લાખની કિંમતનો 3kg ચરસ અને 2.61 લાખની કિંમતનો 40 કિલો ગાંજો, 1100 નંગ પેન્ટાઝોશીન ઇન્જેક્શન અને 300 નંગ અલ્પ્રાઝોલમ ટેબલેટનો સમાવેશ થાય છે.