Gujarat

વડોદરા પોલીસે વધુ 16 લાખના દારૂ ઉપર રોલર ફેરવ્યું

By GS TEAM
25 Mar 20261 min read
TukuTouch Logo
વડોદરા પોલીસ દ્વારા આજે સવારે કોયલી ચેકપોસ્ટ વિસ્તારમાં ફરી એકવાર દારૂનો નિકાલ કરવામાં આવ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરા પોલીસે વધુ 16 લાખના દારૂ ઉપર રોલર ફેરવ્યું

Vadodara Police : વડોદરા પોલીસ દ્વારા આજે સવારે કોયલી ચેકપોસ્ટ વિસ્તારમાં ફરી એકવાર દારૂનો નિકાલ કરવામાં આવ્યો છે.

વડોદરા પોલીસ ના જુદા જુદા પોલીસ સ્ટેશનમાં એસએમસી તેમજ લોકલ પોલીસ દ્વારા પકડવામાં આવતા દારૂનો કોર્ટમાંથી હુકમ લઈને રોલર ફેરવી નાશ કરવામાં આવતો હોય છે. છેલ્લા ત્રણ મહિનામાં ત્રણ કરોડથી વધુની કિંમતના દારૂનો નાશ કરવામાં આવ્યો છે.

આજે ડીસીપી મંજીતા વણઝારાના તાબા હેઠળના છ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પકડાયેલા 16 લાખની કિંમતના દારૂનો કોયલી વિસ્તારમાં નાશ કરવામાં આવ્યો હતો. આ વખતે ઉચ્ચ અધિકારીઓ તેમજ એસડીએમ હાજર રહ્યા હતા.

દારૂની બોટલોને રોડ પર ગોઠવીને તેના ઉપર રોલર ફેરવી દેવામાં આવતા દારૂની નદી વહેતી હોય તેવા દ્રશ્ય જોવા મળ્યા હતા.