હેલ્મેટની જાગૃતિ મામલે વડોદરા પોલીસ કમિશનર મેદાને આવ્યા : વાહન ચાલકોને હેલ્મેટ પહેરવા સલાહ આપી
Vadodara Police : આગામી તા. 15 સપ્ટેમ્બરથી દ્વિચક્રી વાહન ચાલકો માટે હેલ્મેટ ફરજિયાત થતી હોવાના અમલ મામલે અનેક અસમંજસ સર્જાઈ રહી છે. આ વચ્ચે છેલ્લા કેટલાક દિવસોથી શહેરના વિવિધ પોલીસ મથકના પીઆઇ સહિતના સ્ટાફ દ્વારા અલગ અલગ જગ્યાએ તે અંગે માઇક દ્વારા માર્ગદર્શન અને નાગરિકોમાં સમજ આપવાની કામગીરી ચાલી રહી છે. ત્યારે બીજી તરફ હેલ્મેટના કાયદા મામલે હવે શહેર પોલીસ કમિશનર નરસિમ્હા તોમર મેદાને આવ્યા છે. આજે બદામડી બાગ ચાર રસ્તા પાસે તેમણે હેલ્મેટ પહેર્યા વિના દ્વિચક્રી વાહન ચલાવતા ચાલકોને હેલ્મેટનું મહત્વ અંગે સમજ આપી હતી.