વડોદરાના નવાયાર્ડમાં કિશોરીનો હાથ પકડી અડપલાં કરનાર વિધર્મી સામે પોલીસ ફરિયાદ
Vadodara : વડોદરાના નવાયાર્ડ વિસ્તારમાં એક સગીરા સાથે છેડતીનો પ્રયાસ થતા પોલીસે યુવક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
નવાયાર્ડના જૈતુન નગરમાં રહેતા અનીશ ઉર્ફે તુફાની પઠાણ નામના યુવકે એક હિન્દુ સગીરાનો હાથ પકડી શરીર સાથે અડપલા કરતા કિશોરીએ બૂમરાણ મચાવી હતી.
આ બનાવ અંગે કિશોરીએ માતાને જાણ કરતા તેમણે ફતેગંજ પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે પોકસો કલમ હેઠળ ગુનો નોંધી આરોપીની તપાસ હાથ ધરી છે.