રાષ્ટ્રીય કક્ષાની કરાટે સ્પર્ધામાં વડોદરાના ખેલાડીઓ ઝળક્યા
04 ગોલ્ડ, 03 સિલ્વર અને 3 બ્રોન્ઝ મેડલ હાંસિલ કર્યા
દિલ્હી ખાતે
આયોજિત રાષ્ટ્રીય સ્તરની કરાટે સ્પર્ધામાં વડોદરા શહેરના ખેલાડીઓએ અન્ય રાજ્યોના
ખેલાડીઓને માત આપી 04
ગોલ્ડ, 03 સિલ્વર અને 3 બ્રોન્ઝ મેડલ હાંસિલ કરી ઉત્કૃષ્ટ પ્રદર્શન
કર્યું હતું.
તાજેતરમાં સેઇકો
કાઈ કરાટે ઇન્ટરનેશનલ - ઇન્ડિયા અને ભારત કરાટે એકેડેમી દ્વારા 19મી ઓલ ઇન્ડિયા ઇંડિપેંડેન્સ કપ કરાટે
ચેમ્પિયનશિપ 2025
રાષ્ટ્રીય
કક્ષાની કરાટે સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધા તા. 07 થી 10 ઓગસ્ટ સુધી દિલ્હી ખાતે યોજાઈ હતી.
દેશભરમાંથી 2500
મેન્સ ,વિમેન્સ ખેલાડીઓએ ભાગ લીધો હતો. સ્પર્ધામાં
ઇન્ટરનેશનલ વાડો ફેડરેશન-ઇન્ડિયા અને વાડો ફિટનેસ એકેડેમીના 15 ખેલાડીઓએ ભાગ લઈને અન્ય રાજ્યોના ખેલાડીઓને
માત આપી 04
ગોલ્ડ, 03 સિલ્વર અને 3 બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યા હતા. પલાક્ષી
સોઢી,
જૈની સોની , હની માછી, ચૈતન્ય સોનીએ ગોલ્ડ મેડલ હાંસિલ કર્યો હતો. જ્યારે ધ્યાની દવે, નેન્સી શર્મા અને માહિર પ્રજાપતિએ સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યા હતા. તેમજ જીયા વાઘ , મૃગાંક ખિસ્તે અને અનય જરાગએ બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યા હતા. 6 વર્ષના વિહાન, ઓમ શર્મા, મિત સઇદાને, જીનલ પરમાર અને રિધ્ધિમા ઉકાણીએ પણ ઉત્કૃષ્ટ
દેખાવ કરી રાજ્યનું ગૌરવ વધાર્યું હતું.