વડોદરાના ગોરવા વિસ્તારમાં રહીશોએ સ્માર્ટ મીટરનો વિરોધ કર્યો
Smart Meter Protest : વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં રહીશોએ સ્માર્ટ મીટર નો વિરોધ નોંધાવી" તાનાશાહી નહીં ચાલે, સ્માર્ટ મીટર પાછું ખેંચો"તેવા સૂત્રોચ્ચાર સાથે તંત્ર વિરુદ્ધ ભારે આક્રોશ દર્શાવ્યો હતો.
વડોદરાના ગોરવા વિસ્તારમાં આવેલ અનમોલ નગર, પ્રગતિનગર, શાસ્ત્રીકુંજ, શ્રી હરીનગર, રણછોડરાય નગર, કૈલાશધામ, લક્ષ્મીકુંજ સોસાયટીના રહીશોએ એકત્ર થઈ સ્માર્ટ મીટરનો વિરોધ કર્યો હતો. ગુજરાત હાઉસિંગ બોર્ડ ખાતે ગરીબ અને મધ્યમ વર્ગના રહીશોએ મોંઘવારીમાં સ્માર્ટ મીટરમાં વપરાશ કરતા અને ઘણું વધારે બિલ આવ્યા હોવાના આક્ષેપ કર્યા છે.
સ્થાનિક આગેવાનોનું કહેવું હતું કે, ગરીબીના સ્થાને ગરીબો હટાવવાનો પ્રયાસ છે, અસહ્ય મોંઘવારીમાં વપરાશ કરતાં વધુ બિલો મળતા રહીશોનો વિરોધ છે, આગમી દિવસોમાં જૂનું મીટર પાછું નહીં મળે તો જનતા નેતાઓને ઘર ભેગા કરશે.
રહીશોનું કહેવું હતું કે, અગાઉની સરખામણીએ બિલમાં વધારો થયો છે, ચૂંટણી સિવાય કોઈ નેતા અહીં ફરકતા નથી, તંત્ર અમારી આર્થિક પરિસ્થિતિ જાણે, અમારી એક જ માંગ છે કે, સ્માર્ટ મીટર પાછું લઈ જાઓ અને અગાઉ જે મીટર હતું તે લગાવી દો.