Get The App

વડોદરા: બહુમતીના જોરે શાસકોએ લોકો ઉપર ડબલ ટેક્સ નાખ્યો

Updated: Jan 25th, 2022

GS TEAM

Google News
Google News
વડોદરા: બહુમતીના જોરે શાસકોએ લોકો ઉપર ડબલ ટેક્સ નાખ્યો 1 - image

વડોદરા, તા. 25 

પાર્કિંગ પોલિસીમાં નવા પાર્કિંગ ઝોન ઉભા કરવા, નડતરરૂપ દબાણો દુર કરવા, પાર્કિંગ સંદર્ભે સર્વે પ્રક્રિયા હાથ ધરવી, કાયદા અને નિયમોનું પાલન થાય છે કે કેમ તે ચકાસવું સહિતના સૂચનો સાથેની દરખાસ્તને મંજૂરી આપવામાં આવી છે.

આ અંગે કોંગ્રેસના નેતા એ જણાવ્યું હતું કે, નવા વાહન સાથે રોડ ટેક્સ લોકો ચૂકવે છે. પાર્કિંગ પોલીસીનો મિસયુઝ થતાં પાર્કિંગની સમસ્યા વધી છે. પરિણામે લોકોને વાહનો રૂપિયા ચૂકવી પાર્કિંગ કરવાનો વખત આવે છે. પાર્કિંગ વ્યવસ્થા કોર્પોરેશનની આવક માટે નથી પરંતુ લોકોની સુવિધા માટે છે. ટ્રાન્સપોર્ટેશન સમયસર થતું નથી. લોકોને ડબલ ટેક્સ ચુકવવાનો વારો ન આવે તે માટે દરખાસ્ત મુલતવી કરવી જોઈએ. ભાજપી કોર્પોરેટર સૂચન કર્યું હતું કે, કલાક દીઠ પાર્કિંગની ફી વસૂલવામાં આવે.સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનએ સૂચન કર્યું હતું કે, કોર્પોરેશનના પ્લોટ ઉપર લોકો પાર્કિંગ કરી રહ્યા છે. જેથી ભવિષ્યમાં કોર્પોરેશનના મેદાનમાં પાર્કિંગનો ચાર્જ શરૂ થાય તેવી દરખાસ્ત લાવવી જોઈએ. તો વળી ભાજપી કોર્પોરેટર એ સૂચન કર્યું હતું કે, વડોદરામાં ઘણા બધા રસ્તાઓ પેરરલ છે. જેથી પુનાની માફક વન-વે કરી ટ્રાફિકનું ભારણ ઘટાડી શકાય છે. જ્યારે ભાજપી કોર્પોરેટરએજણાવ્યું હતું કે ઘણી સોસાયટીઓમાં વાહનોની સંખ્યા વધુ થતા લોકો મુખ્ય માર્ગ ની આસપાસ વાહનો પાર્ક કરી રહ્યા છે પરિણામે ઇમરજન્સી વાહનો પણ પ્રવેશી શકતા નથી. સભા દરમ્યાન સુરસાગર તળાવમાં બોટિંગ શરૂ કરવાના કામને મંજૂરી આપવામાં આવી છે. જેમાં 12 વર્ષથી નીચેના બાળકો માટે હાફ ટિકિટ રાખવાનો નિર્ણય લીધો છે. આ ઉપરાંત ભાજપી કોર્પોરેટર હેમિષા ઠક્કરે સૂચન કર્યું હતું કે ,ગાયકવાડી શાસનનું સરસિયા તળાવ  દયનીય હાલતમાં છે જેથી વહેલી તકે તેનો બજેટમાં સમાવેશ કરી જીણોદ્ધાર કરવો જોઈએ.