ગણેશ વિસર્જન યાત્રામાં રોડ પર બોમ્બ નહીં ફોડવાનું કહેતા હુમલો
સોસાયટીમાં રહેતા સંકેતસિંહ રાજેન્દ્રસિંહ પરમારે હરણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગઈકાલે સાંજે અમારા ફળિયાના ગણપતિ વિસર્જન માટે કુત્રિમ તળાવ જવાન કર્યા હતા. હરણી ગામ હોટલ સામે સાંજે 6:00 વાગે ગણપતિ વિસર્જન સમયે ધવલસિંહ રમણસિંહ પરમાર રોડ પર બોમ્બ પૂરતો હતો. જેથી તેને બોમ્બ ફોડવાની ના પાડતા તેણે મારી સાથે ઝઘડો કર્યો હતો. દરમિયાન ફળિયાના છોકરાઓએ અમને છૂટા પાડી ઝઘડો શાંત કરાવ્યો હતો. મારા પિતાજીનો ફોન હતો હું ઘરે જતો રહ્યો હતો. થોડીવારમાં ધવલસિંહ મારા પિતાને ફોન કરી ગાળો બોલવા લાગ્યો. હું તેને સમજાવા માટે મારા મિત્ર સાથે ગયો હતો ત્યારે ધવલસિંહે મને લોખંડની ફેંટ માથામાં મારી ઇજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.