Get The App

નોકરી પર જતા આધેડને કંપનીની બસમાં જ હાર્ટ એટેક આવતા મોત

Updated: Jan 28th, 2024

GS TEAM

Google News
Google News
નોકરી પર જતા આધેડને કંપનીની બસમાં જ હાર્ટ એટેક આવતા મોત 1 - image

Image Source: Freepik

વડોદરા, તા. 28 જાન્યુઆરી 2024, રવિવાર 

વડોદરાના માંજલપુર વિસ્તારમાં આવેલી કૃપલ સોસાયટીમાં રહેતા કિરીટ અંબાલાલ પટેલ ઉમર વર્ષ 53 સવારે કંપનીની બસમાં બેસી બજાજ હેલ્થ કેર કંપનીમાં નોકરી પર જવા માટે નીકળ્યા હતા. સવારે 9:45 વાગ્યાની આસપાસ દુમાડ બસ સ્ટેન્ડ પાસેથી પસાર થતા હતા તે વખતે બસમાં જ અચાનક શ્વાસ લેવાની તકલીફ થવા લાગી હતી અને થોડા સમયમાં તેઓ બેભાન થઈ ગયા હતાં બાદમાં તેમને એમ્બ્યુલન્સમાં નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ જતા ફરજ પરના ડોક્ટરે તેમનું મોત નિપજ્યું હોવાનું જાહેર કર્યું હતું.