વડોદરા: અનગઢ ગામે અંગત અદાવતમાં યુવકની હત્યા
વડોદરા, તા. 03
વડોદરા શહેરના છેવાડે આવેલા અને અનગઢ ગામે અંગત અદાવતમાં યુવકની હત્યા થઇ હોવાની ઘટના સામે આવી છે ઘટનાની જાણ થતા નંદેશરી પોલીસ કાફલો સ્થળ પર દોડી જઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર વડોદર નજીક આવેલ અનગઢ ગામે યુવક ની હત્યા કરતા ચકચાર મચી જવા પામી છે.અંગત કારણો સર યુવકનું ઢીમ ઢાળી હત્યારો ફરાર થઈ ગયો હોવાનું જાણવા મળ્યું છે. બોથડ પદાર્થ વડે વિક્રમ સિંહ ઉર્ફે ગોપી ગણપત સિંધાની મોડી રાત્રે હત્યા કરી નખાતા વિસ્તારમાં સન્નાટો છવાઇ જવા પામ્યો છે. હાલ મૃતક નો મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે બાજવા પી એચસી સેન્ટર ખાતે મોકલી આપવામાં આવ્યો હતો. જ્યારે નંદેસરી પોલસે ઘટના સ્થળે પહોચી વધુ તપાસ હાથ ધરી છે.