Gujarat

વડોદરા : દક્ષિણ વિસ્તારમાં વરસાદી પાણી ન ભરાય તે માટે 12 કાંસની નવી કામગીરી કરાઈ

By GS TEAM
27 Jun 20251 min read
TukuTouch Logo
વડોદરામાં ગયા વર્ષે આવેલા પૂરના કારણે શહેરના ઘણા એવા વિસ્તારો છે, જ્યાં પ્રથમ વખત પાણી આવેલા હતા. જેમાં દક્ષિણ ઝોનનો પણ સમાવેશ થતો હતો. આ વખતે કોર્પોરેશન દ્વારા દક્ષિણ ઝોનમાં પાણીની સમસ્યા ન રહે તે માટે 12 કાંસની નવી કામગીરી કરવામાં આવી છે. જેની હાલની પહોળાઈ કરતા બે-ત્રણ ગણી વધારી દેવામાં આવી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરા : દક્ષિણ વિસ્તારમાં વરસાદી પાણી ન ભરાય તે માટે 12 કાંસની નવી કામગીરી કરાઈ

વડોદરામાં ગયા વર્ષે આવેલા પૂરના કારણે શહેરના ઘણા એવા વિસ્તારો છે, જ્યાં પ્રથમ વખત પાણી આવેલા હતા. જેમાં દક્ષિણ ઝોનનો પણ સમાવેશ થતો હતો. આ વખતે કોર્પોરેશન દ્વારા દક્ષિણ ઝોનમાં પાણીની સમસ્યા ન રહે તે માટે 12 કાંસની નવી કામગીરી કરવામાં આવી છે. જેની હાલની પહોળાઈ કરતા  બે-ત્રણ ગણી વધારી દેવામાં આવી છે. છેલ્લા કેટલાક દિવસથી પડી રહેલા વરસાદના કારણે આ કાંસોની કામગીરી કર્યા બાદ પાણીનું વહન કેવું થાય છે તેનું અધિકારીઓએ નિરીક્ષણ કર્યું હતું. 

નેશનલ હાઇવેના ઉપરના વિસ્તારોમાંથી પણ દર વર્ષે શહેરમાં પાણી આવે છે અને તેના કારણે જળબંબાકારની પરિસ્થિતિ સર્જાય છે. હાઇવેનું પાણી શહેરમાં આવતું રોકવા આ કામગીરી કરવા ઉપરાંત રૂપારેલ કાંસના ઉપરવાસમાંથી પણ આવતા પાણીના નિકાલ માટે આ કામગીરી ફાયદારૂપ રહેશે. ખાસ કરીને કોટેશ્વરનું જે નાળું છે તેના કારણે ચોમાસામા આઈસોલેટ થઈ જતું હતું, જે નવું બનાવ્યું છે, અને તેના રોડનું લેવલ પણ ઊંચું કરવામાં આવતા ચોમાસામાં લોકોને પાણી ભરાવાથી નીકળવા માટે જે તકલીફ થતી હતી તેમાંથી રાહત રહેશે તેવો અંદાજ મૂકવામાં આવી રહ્યો છે.