Vadodara Ekta Yatra : સમગ્ર વિશ્વમાં હિન્દુસ્તાનને ગૌરવવંતુ સ્થાન અપાવનાર શષ્ટ્રના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતીના વર્ષ નિમિતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. તે અંતર્ગત સરદાર પટેલના જન્મ સ્થળ કરમસદથી કેવડિયા કોલોનીથી રાષ્ટ્રીય પદયાત્રા સરદાર @ 150 યુનિટી માર્ચનો શુભારંભ તા.26મી નવેમ્બરના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શુભારંભ કરાવ્યો.
રાષ્ટ્રીય પદયાત્રા વડોદરા ખાતે તા.28મી નવેમ્બરને શુક્રવારના રોજ વડોદરા જિલ્લાના સિંધરોટ ખાતેથી શહેરમાં પ્રવેશ થશે. ત્યાર બાદ રાષ્ટ્રીય પદયાત્રા તા.29મી નવેમ્બરને શનિવારના રોજ ગોત્રી-સેવાસી ખાતેથી પ્રારંભ કરવામાં આવશે. શહેર ભાજપ અધ્યક્ષ ડૉ.જયપ્રકાશ સોનીએ જણાવ્યું હતું કે, સરદારની 150 જન્મ જયંતિની ઉજવણીના ભાગરૂપે યુનિટી માર્ચ-રાષ્ટ્રીય પદયાત્રાનાં શહેરમાં પરીભ્રમણ દરમિયાન તા.29મીએ શનિવારનાં રોજ સાંજે 7 કલાકે ખ્યાતનામ કલાકર કીર્તીદાન ગઢવીનો લોકડાયરો યોજાશે. અખંડ ભારતના શિલ્પી રાષ્ટ્રનાં પ્રથમ ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલને સાચી અંજલી આપવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી યોજવામાં આવેલ રાષ્ટ્રીય પદયાત્રા "સરદાર @150 યુનિટી માર્ચનાં વડોદરા શહેરમાં આગમન અને પરીભ્રમણ પ્રસંગે તથા લોક ડાયરામાં સંસ્કારી નગરીનાં નગરજનોને પધારવા શહેર સ્વાગત સમિતિ તરફથી નિમંત્રણ છે.


