Gujarat

ઓજી વિસ્તારમાં એકત્ર ઘન કચરાનો વડોદરા પાલિકા સુચારુરૂપે નિકાલ કરશે

By GS TEAM
12 Nov 20251 min read
TukuTouch Logo
: રાજ્ય સરકાર દ્વારા રાજ્યની આઠ મહાનગરપાલિકાના હદ વિસ્તાર બહાર આઉટગ્રોથ વિસ્તારમાંથી પાંચ કી.મી.ની ત્રિજ્યામાં સમાવેશ ગામોમાંથી એકત્રિત થયેલ ઘન કચરાનો નિકાલ કરવાના આયોજનના ભાગરૂપે અગાઉ સ્થાયી સમિતિ ઠરાવથી મળેલ મંજુરીની મુદત ડીસેમ્બર 2025માં પૂર્ણ થનાર છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઓજી વિસ્તારમાં એકત્ર ઘન કચરાનો વડોદરા પાલિકા સુચારુરૂપે નિકાલ કરશે

Vadodara : રાજ્ય સરકાર દ્વારા રાજ્યની આઠ મહાનગરપાલિકાના હદ વિસ્તાર બહાર આઉટગ્રોથ વિસ્તારમાંથી પાંચ કી.મી.ની ત્રિજ્યામાં સમાવેશ ગામોમાંથી એકત્રિત થયેલ ઘન કચરાનો નિકાલ કરવાના આયોજનના ભાગરૂપે અગાઉ સ્થાયી સમિતિ ઠરાવથી મળેલ મંજુરીની મુદત ડીસેમ્બર 2025માં પૂર્ણ થનાર છે.

DRDA દ્વારા સદર મુદતમાં નવેમ્બર 2026 સુધી વધારો કરવા રજુઆત કરેલી હોય વુડા/ડીઆરડીએ એરીયામાં ઉત્પન્ન થતા સોલીડ વેસ્ટને રે.સ. 346, મકરપુરા ખાતે તથા પ્લાસ્ટિક વેસ્ટને અટલાદરા સ્થિત પ્લાસ્ટિક રીસાઈકલીંગ ફેસીલીટી ખાતે સ્વખર્ચે વહન કરવાની શરતે તથા સ્થાયી સમિતિ તરફ વખતો વખત પ્રોસેસીંગના પ્રતી મે.ટનનો મંજુર ભાવ વસુલ કરવાની શરતે કામ કરવામાં આવશે. હાલ સુધી પ્રાપ્ત થયેલ 33190 મે.ટન વેસ્ટને મે.ઝિગ્મા એન્વાયરો સો. પ્રા.લી. પાસે 851/મે.ટન પ્રમાણે પ્રોસેસ કરવાની તથા કામગીરી અંગેની તમામ સત્તા મ્યુનિસિપલ કમિશનને આપવાની વહીવટી વિભાગ તરફથી સ્થાયી સમિતિમાં આવેલી ભલામણ જોવાઇ તેને મંજુરી અંગે આગામી તા.14 નવેમ્બરને શુક્રવારના રોજ મળનાર બેઠકમાં આ અંગેનો વધુ નિર્ણય લેવામાં આવશે.