વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન 16 જુલાઈથી મિલકતવેરાના બિલો આપવાનું શરૂ કરશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Corporation : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વર્ષ 2025-26 ના મિલકત વેરાના બિલો આપવાની ટૂંક સમયમાં શરૂઆત કરવામાં આવશે. સૌપ્રથમ બિલો આપતા પહેલા ઝોન પ્રમાણે એટલે કે પશ્ચિમ, ઉત્તર, પૂર્વ અને દક્ષિણ ઝોનના આકારણી રજીસ્ટર પ્રસિદ્ધ કરવામાં આવશે. જેની મુદત 15 દિવસની રહેશે. આ પંદર દિવસ દરમિયાન કોઈને પોતાના બિલ સંદર્ભે વાંધો હોય તો તે કોર્પોરેશનમાં લેખિતમાં રજૂ કરી શકે છે.
પશ્ચિમ ઝોનનું આકારણી રજીસ્ટર 1 જુલાઈએ, ઉત્તરનું 7 જુલાઈએ, પૂર્વનું 14 જુલાઈએ અને દક્ષિણ ઝોનનું 17 જુલાઈએ પ્રસિદ્ધ કરાશે. પશ્ચિમ ઝોનના આકારણીના એટલે કે મિલકત વેરાના બિલ તારીખ 16 જુલાઈથી અપાશે. ઉત્તર ઝોનના 22 જુલાઈ, પૂર્વના 29 જુલાઈ અને દક્ષિણ ઝોનના 1 ઓગસ્ટથી અપાશે. હજુ તારીખ 15 જૂને એડવાન્સ વેરા વળતર યોજના પૂરી થઈ છે. આ યોજનાનો 1.77 લાખ લોકોએ લાભ લીધો છે. જેના દ્વારા કોર્પોરેશનને 156.81 કરોડની આવક થઈ છે. જોકે કોર્પોરેશનને વોટર ટેક્સ, વિહિકલ ટેક્સ વગેરે મળીને કુલ 187 કરોડની આવક થઈ છે. કોર્પોરેશનમાં અંદાજે 8.40 લાખ કરદાતાઓ છે. ચાલુ નાણાકીય વર્ષમાં વેરાની આવકનો લક્ષ્યાંક 807 કરોડ છે.








