Get The App

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તમામ ઝોનમાં મિલકતવેરાના બિલો આપી દેવાયા

Updated: Aug 9th, 2025

GS TEAM

Google News
Google News
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તમામ ઝોનમાં મિલકતવેરાના બિલો આપી દેવાયા 1 - image


Vadodara Corporation Tax : વડોદરા મ્યુનિસિપલ મિલકત વેરાના બિલો આપવાની 16 જુલાઈથી કરવામાં આવ્યા બાદ તમામ ઝોનમાં બિલો આપી દેવામાં આવ્યા છે. તારીખ 7 ઓગસ્ટ સુધીમાં કોર્પોરેશનને કુલ 248.55 કરોડની આવક થઈ છે. જેમાં મિલકત વેરાની 209.95 કરોડ, પ્રોફેશનલ ટેક્સની 23.40 કરોડ, વ્હીકલ ટેક્સની 14.92 કરોડ અને વોટર ચાર્જની 28 લાખ આવક થઈ ચૂકી છે. હજુ તા.15 જૂને એડવાન્સ વેરા વળતર યોજના પૂરી થઈ છે. આ યોજનાનો 1.77 લાખ લોકોએ લાભ લીધો હતો. જેના દ્વારા કોર્પોરેશનને મિલકત વેરાની 156.81 કરોડની આવક થઈ હતી. જેમાં પ્રોફેશનલ ટેક્સ વોટર ચાર્જ, વિહિકલ ટેક્સ ઉમેરતા કુલ 187 કરોડની આવક થઈ હતી. કોર્પોરેશનમાં અંદાજે 8.40 લાખ કરદાતાઓ છે. ચાલુ નાણાકીય વર્ષમાં વેરાની આવકનો લક્ષ્યાંક 807 કરોડ છે. વેરો ભરવાની મુદત પૂર્ણ થયા બાદ કોર્પોરેશન જે કરદાતાઓએ વેરો ભર્યો ન હોય તેની પાસેથી વેરાની કડકાઇથી ઉઘરાણી ચાલુ કરશે.

Tags :