Get The App

વિશ્વામિત્રી પ્રોજેક્ટની કામગીરીનું વડોદરા મ્યુનિ કમિશનરે નિરીક્ષણ કર્યું

Updated: May 23rd, 2025

GS TEAM


Google News
Google News
વિશ્વામિત્રી પ્રોજેક્ટની કામગીરીનું વડોદરા મ્યુનિ કમિશનરે નિરીક્ષણ કર્યું 1 - image


Vishwamitri River Project : વિશ્વામિત્રી રિવાઇવલ પ્રોજેક્ટની ચાલતી કામગીરીનું નિરીક્ષણ કરવા પાલિકા મ્યુ.કમિશનર પહોંચી જઈને અધિકારીઓ સાથે કામકાજ અંગે ચર્ચા વિચારણા કરી હતી.

 ઉલ્લેખનીય છે કે, ગત ચોમાસામાં શહેરીજનોએ વિશ્વામિત્રી નદીના પૂરનો ત્રણ વાર અનુભવ કર્યો હતો. ભારે વિનાશ વચ્ચે શહેરભરમાં ઠેર-ઠેર પાણી ભરાતા લોકો હેરાન પરેશાન થઈ ગયા હતા. ત્યારબાદ વિશ્વામિત્રી નદીને પહોળી તથા ઊંડી કરવા બાબતે રાજ્ય સરકાર દ્વારા સુચના આપવામાં આવી હતી પરિણામે પાલિકા દ્વારા વિશ્વામિત્રી રિવાઇવલ પ્રોજેક્ટ તાત્કાલિક ધોરણે શરૂ કરાયો હતો અને 100 દિવસમાં સમાપ્ત કરવાનો ટાર્ગેટ રાખ્યો હતો. યુદ્ધના ધોરણે ચાલતી વિશ્વામિત્રી રિવાઇવલ કામગીરી અંગે પાલિકા તંત્ર દ્વારા પણ અવારનવાર નિરીક્ષણ કરવામાં આવે છે. પાલિકા મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ આ બાબતે સતર્ક છે. આજે ફતેગંજ વિસ્તારમાં નરહરી હોસ્પિટલ પાસેથી પસાર થતી વિશ્વામિત્રી નદીના રિવાઇવલની કામગીરીના નિરીક્ષણ માટે મ્યુનિસિપલ કમિશનર અધિકારીઓ સાથે પહોંચી ગયા હતા. જ્યાં નદીની આવતી કામગીરીનું નિરીક્ષણ કરીને અધિકારીઓને જરૂરી સૂચના આપી હતી.

અત્યાર સુધીમાં 15.16 લાખ ઘન મીટર માટી બહાર કાઢી

વડોદરાના મધ્યમાંથી પસાર થતી 24.7 કી.મી. લાંબી વિશ્વામિત્રી નદીના પટમાં રિસેકસનિંગ, ડ્રેઝીંગ અને મોડીફીકેશનની કામગીરી કરી તા.15 જૂન સુધીમાં પૂર્ણ ક૨વાના ધ્યેય સાથે શરૂ ક૨વામાં આવી હતી. વિશ્વામિત્રી નદીમાં થઈ ૨હેલ રિસ૨ફેસિંગની કામગીરી બાદ નદીના પટનું ધોવાણ  અટકાવવા 1,35,000 ચોરસમીટ૨ કોઈર લગાડવાની કામગીરી ઝડપથી પૂર્ણ ક૨વા સૂચના આપી છે. તા.10 જૂનના રોજ વિશ્વામિત્રી રીસેકશનીંગ, ડ્રેઝીંગ કામગીરી પૂર્ણ થયા બાદ 60 સ્થળે મશીનરીના અવ૨જવ૨ માટે બનાવેલા રેમ્પ હટાવવાની કામગીરી પૂર્ણ કરવામાં આવશે. હાલની સ્થિતિએ 90 ટકા કામગીરી પૂર્ણ ક૨વામાં આવેલ છે. અંદાજિત 15.16 લાખ ક્યુબીક મીટર માટી કાઢવામાં આવી છે. બાકી ૨હેલ 5 કી.મી. લંબાઈની અને અન્ય આનુષંગિક કામગીરી, નેશનલ હાઇવે ઓથોરીટી ઓફ ઇન્ડિયા અને બુલેટ ટ્રેન ઓથોરીટી દ્વારા નદીના પટમાં ચાલતી કામગીરી પણ તા.10 જૂન સુધીમાં પૂર્ણ કરવામાં આવશે.

Tags :