Gujarat

વડોદરાઃ એમ.એસ. યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલમાં 100થી વધુ વિદ્યાર્થિનીને ફૂડ પોઇઝનિંગ

By GS TEAM
9 Jul 20252 mins read
TukuTouch Logo
એમએસ યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલમાં રહેતી 100 ઉપરાંત વિધાર્થિનીઓને મંગળવારની રાત્રે ભોજન લીધા બાદ ફૂડ પોઈઝનિંગ થતા દોડધામ થઈ ગઈ હતી. મધરાતે પોલીસ જીપ, એમ્બ્યુલન્સ, ખાનગી વાહનો, રિક્ષાઓ એમ જે પણ વાહન મળ્યું તેના થકી 80 જેટલી વિધાર્થિનીઓને સયાજી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. ભોજન લીધા બાદ વિદ્યાર્થીનીઓને ઝાડા-ઉલટી અને પેટમાં દુખાવાની અસર થતાં દોડધામ મચી જવા પામી હતી અને તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. આ ઘટનાની જાણ થતા યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર અને ચીફ વોર્ડન સહીતના લોકો સયાજી હોસ્પિટલમાં દોડી ગયા હતા. હાલમાં વિદ્યાર્થિનીઓને તબિયતમાં સુધારો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરાઃ એમ.એસ. યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલમાં 100થી વધુ વિદ્યાર્થિનીને ફૂડ પોઇઝનિંગ

Vadodara MS University: વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલની 100થી વધુ વિધાર્થિનીને આઠમી જુલાઈની રાતે ભોજન લીધા બાદ ફૂડ પોઈઝનિંગ થતા દોડધામ મચી ગઈ હતી. આ ઘટના પછી મધરાતે એમ્બ્યુલન્સ, ખાનગી વાહનો, રિક્ષાઓ અને પોલીસ જીપ સહિતના વાહનોમાં 80 જેટલી વિદ્યાર્થીનીઓને સયાજી હોસ્પિટલ લઈ જવાઈ હતી. આ યુવતીઓને ભોજન લીધા બાદ ઝાડા-ઉલટી અને પેટમાં દુખાવાની અસર થઈ હતી. આ ઘટનાની જાણ થતા યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર અને ચીફ વોર્ડન સહિતના લોકો સયાજી હોસ્પિટલ દોડી ગયા હતા. સદનસીબે, હાલ વિદ્યાર્થિનીઓની તબિયત સુધારા પર છે. 


પ્રાપ્ત માહિતી અનુસાર, ફૂડ પોઈઝનિંગનો ભોગ બનેલી મોટા ભાગની વિદ્યાર્થિનીઓ હોસ્ટેલના એસ.ડી. હૉલમાં રહે છે. આ વિદ્યાર્થિનીઓએ મંગળવારે રાત્રે ભોજનમાં પનીરનું શાક, રોટલી અને ખીર જેવી વાનગી ખાધી હતી. બાદમાં રાત્રે 11 વાગ્યા બાદ તેમને પેટમાં દુખાવો અને ઉલટી થવા લાગી હતી. આ અંગે હોસ્ટેલ વોર્ડનને જાણ કરાઈ હતી, પરંતુ ત્યાં સુધી બીજી પણ અનેક વિદ્યાર્થિની બીમાર થઈ ગઈ હતી.


પ્રાથમિક તપાસ પ્રમાણે, વાસી કે બગડેલી વાનગી પીરસાતા વિદ્યાર્થિનીઓ ફૂડ પોઈઝનિંગનો ભોગ બની હતી. આ ઘટનામાં મેસ કોન્ટ્રાક્ટરની બેદરકારીની છે કે નહીં તેની પણ તપાસ કરવાની સત્તાધીશોએ બાંહેધરી આપી છે. બીજી તરફ, નવમી જુલાઈએ વહેલી સવારે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમ તેમજ પોલીસે ઘટના સ્થળે પહોંચીને સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. આ દરમિયાન મેસના રસોડામાંથી હલકી કક્ષાના બટાકા અને ડુંગળી મળી આવ્યા હતા. 


આ અંગે ફૂડ સેફ્ટી અધિકારીએ જણાવ્યું હતું કે,આરોગ્ય વિભાગની ટીમ મેસની તપાસ અર્થે પહોંચી તો ત્યાં સ્વચ્છતાનો અભાવ જોવા મળ્યો હતો. જેથી અમે નોટિસ ફટકારીશું. આ ઘટના પછી ત્રણ ફૂડ ઇન્સ્પેક્ટર તપાસ કરી રહ્યા છે. અમે વિવિધ નમૂના લઈને તપાસ હાથ ધરી છે, જેમાં એફએસએલની ટીમ પણ જોડાઇ છે.