Gujarat

વડોદરાની એમએસ યુનિવર્સિટીના ક્લાસ રૂમમાં વિદ્યાર્થી-વિદ્યાર્થિનીની શરમજનક હરકત, તપાસના આદેશ અપાયા

By GS TEAM
13 Oct 20252 mins read
TukuTouch Logo
વડોદરા: વડોદરાની મહારાજા સયાજીરાવ (MS) યુનિવર્સિટીની આર્ટસ ફેકલ્ટીમાં હાલમાં પ્રથમ વર્ષની પરીક્ષા ચાલી રહી છે, ત્યારે યુનિવર્સિટીને કલંકિત કરતી એક શરમજનક ઘટના સામે આવી છે. પરીક્ષા પહેલાં ક્લાસ રૂમમાં વિદ્યાર્થી-વિદ્યાર્થિની દ્વારા કરવામાં આવેલી અશ્લીલ હરકતોનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે. આ ઘટનાને પગલે ફેકલ્ટીના સત્તાધીશોએ સમગ્ર મામલે તાત્કાલિક તપાસના આદેશ આપ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરાની એમએસ યુનિવર્સિટીના ક્લાસ રૂમમાં વિદ્યાર્થી-વિદ્યાર્થિનીની શરમજનક હરકત, તપાસના આદેશ અપાયા

Vadodara News: વડોદરા: વડોદરાની મહારાજા સયાજીરાવ (MS) યુનિવર્સિટીની આર્ટસ ફેકલ્ટીમાં હાલમાં પ્રથમ વર્ષની પરીક્ષા ચાલી રહી છે, ત્યારે યુનિવર્સિટીને કલંકિત કરતી એક શરમજનક ઘટના સામે આવી છે. પરીક્ષા પહેલાં ક્લાસ રૂમમાં વિદ્યાર્થી-વિદ્યાર્થિની દ્વારા કરવામાં આવેલી અશ્લીલ હરકતોનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે. આ ઘટનાને પગલે ફેકલ્ટીના સત્તાધીશોએ સમગ્ર મામલે તાત્કાલિક તપાસના આદેશ આપ્યા છે.

ડીન દ્વારા તપાસ અને કડક કાર્યવાહીના સંકેત

મળતી માહિતી અનુસાર, આ ગંભીર ઘટનાની જાણ થતાં જ ફેકલ્ટીના ડીને આ બાબતને શરમજનક ગણાવી છે અને કડક કાર્યવાહીના સંકેતો આપ્યા છે. ફેકલ્ટીના ડીને જણાવ્યું હતું કે, 'પરીક્ષા દરમિયાન જે વીડિયો વાઈરલ થયો છે તેની અમને જાણ થઈ છે. આ બાબત શરમજનક છે અને કોઈપણ રીતે ચલાવી નહીં લેવાય. આ વીડિયો ઉતારનાર, તેમજ ક્લાસ સુપરવાઈઝર અને અન્ય અધિકારીઓ સામે પણ કાર્યવાહી હાથ ધરીને નોટિસ ફટકારવામાં આવશે.'

હાલમાં સત્તાધીશો વીડિયોમાં અશ્લીલ હરકતો કરનારા વિદ્યાર્થી-વિદ્યાર્થિની કોણ હતા અને વીડિયો કોણે ઉતાર્યો છે, તેની ઓળખ કરવા માટે કાર્યવાહી કરી રહ્યા છે. તમામ પ્રકારની તપાસ કર્યા બાદ વીડિયોમાં દેખાતા બંને વિદ્યાર્થીને 'રસ્ટિકેટ' (યુનિવર્સિટીમાંથી સસ્પેન્ડ) કરવા સુધીના પગલાં લેવામાં આવશે.

આ પણ વાંચો: પ્રદેશ પ્રમુખને આવકારવા વડોદરા ભાજપમાં ભાંજગડ: પોસ્ટરમાંથી કોર્પોરેટરની બાદબાકી

ABVP દ્વારા ઉગ્ર રજૂઆત

આ ઘટના સામે આવ્યા બાદ ABVP (અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ)ના કાર્યકરોએ ફેકલ્ટીના ડીન સમક્ષ ઉગ્ર રજૂઆત કરી હતી. કાર્યકરોએ માંગણી કરી કે આ પ્રકારનું કૃત્ય જરા પણ ચલાવી લેવાય નહીં અને સખત કાર્યવાહી હાથ ધરવી જોઈએ. ABVPએ ચીમકી ઉચ્ચારી છે કે જો તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં નહીં આવે તો આ મુદ્દે ફરી પાછી ઉગ્ર રજૂઆત કરવામાં આવશે.

એક વિદ્યાર્થી અગ્રણીએ કહ્યું હતું કે, 'આ ઘટનાથી યુનિવર્સિટી કલંકિત થઈ છે અને આવી શરમજનક બાબત પરીક્ષા વખતે બને તે ચલાવી લેવાય નહીં.'