ઈ-ચલણની લીંક ડાઉનલોડ કરતા જ વેપારીના 34.75 લાખ ઉપડી ગયા
Vadodara : વડોદરાના એક વેપારીએ ઓનલાઈન ચલણની એપ ડાઉનલોડ કરતાં તેના એકાઉન્ટમાંથી 34.75 લાખ જેટલી રકમ ઉપડી ગઈ હોવાનો કિસ્સો બન્યો છે.
વાસણા રોડ વિસ્તારમાં જલિયાણ બંગલા ખાતે રહેતા અને ઓપી રોડ વિસ્તારમાં સેલ્સ કોર્નર નામની ફર્નિચરની દુકાન ધરાવતા દીપકભાઈ ઠક્કરે પોલીસને કહ્યું છે કે, ગઈતા 9મી જુલાઈએ મારા વોટ્સએપ ઉપર આરટીઓ ઈ-ચલણના નામે મેસેજ આવ્યો હતો.
જેથી કોઈ વાહનનું ચલણ આવ્યું હશે. તેમ સમજી મેં એપ ડાઉનલોડ કરી તપાસ કરતા મારા એકાઉન્ટમાંથી એક પછી એક રકમ ઉપડતી ગઈ હોવાના મેસેજ આવ્યા હતા. ઠગ ટોળકીએ મારે એકાઉન્ટમાંથી કુલ 39.65 લાખ રૂપિયા ઉપાડી લીધા હતા.
વેપારીએ કહ્યું છે કે, આ પૈકી 4.90 લાખ રૂપિયા મારા એક એકાઉન્ટમાં જમા થઈ ગયા હતા. જેથી મારા ખાતામાંથી કુલ 34.75 લાખ રૂપિયા ઠગોએ ઉપાડી લીધા હતા. જેથી સાયબર સેલમાં ફરિયાદ કરી છે.