કરજણ તાલુકાના પીંગલવાડા ગામમાં રહેતા શુભમ પ્રવીણસીંહ ચૌહાણ તથા કીંજલ નામની યુવતી એક બીજાને પ્રેમ કરતા હતાં.
ગઈકાલે બપોરે બંનેએ પીંગલવાડા ગામ નજીક કેરા વાળા ટેકરા પર ઝેરી દવા પી લીધી હતી. આ બનાવની જાણ પરિવારને થતા બંનેને તુરંત સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જ્યાં શુભમનું મોત નિપજ્યું હતું, જ્યારે કિંજલ સારવાર હેઠળ છે. આ અંગે પોલીસે અકસ્માત મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.


