વડોદરાના તુલસીવાડીમાં લક્ઝરી બસની ડીકીમાંથી 1.95 લાખનો દારૂ મળ્યો, ત્રણની ધરપકડ
Vadodara Liquor Smuggling : વડોદરામાં કુંભારવાડા પોલીસની માહિતી મળી હતી કે હાથીખાના ગેટ ત્રણ રસ્તાથી પાણીની ટાંકી જતા રોડ ઉપર તુલસીવાડી ચોકડી પાસે ઊભેલી એક લક્ઝરી બસમાં વિદેશી દારૂનો જથ્થો મૂકી રાખ્યો છે.
જેથી પોલીસે ઉપરોક્ત સ્થળે જઈને તપાસ કરતા ઈશ્વરસિંહ મોહનસિંહ રાવત તથા નારાયણ દેવી સિંહ રાવત તથા શંકરસિંહ લાડુ સિહ રાવત ત્રણેય રાજસ્થાન મળી આવ્યા હતા. બસની ડીકીમાં તપાસ કરતા વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. ગુનો દાખલ કરી ત્રણેયની ધરપકડ કરી હતી. પોલીસે દારૂ અને બિયરની 682 બોટલ કિંમત રૂપિયા 1.95 લાખ, લક્ઝરી કાર, મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા 20.19 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.