Get The App

વડોદરા: મતદાન મથકો ખાતે "Know Your Polling Station" કેમ્પેઈન યોજાયું

Updated: Apr 28th, 2024

GS TEAM


Google News
Google News
વડોદરા: મતદાન મથકો ખાતે "Know Your Polling Station" કેમ્પેઈન યોજાયું 1 - image


આગામી લોકસભાની ચૂંટણી-૨૦૨૪માં મતદારોની સહભાગીદારી વધે અને લોકશાહી વધુ મજબૂત બને તે માટે ભારતના ચૂંટણીપંચની સૂચનાઓ મુજબ વડોદરા શહેર જિલ્લામાં મતદાર જાગૃતિ બાબતે જુદા-જુદા કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહ્યાં છે.

રવિવારે શહેર જિલ્લાના તમામ મતદાન મથકો ખાતે  "Know Your Polling Station (KYPS)" કેમ્પેઇનનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં જે તે મતદાન મથકના BLO મતદાર યાદી સાથે હાજર રહી મતદારોને મતદાન મથક સંબધિત માહિતીની જાણકારી આપી હતી.


વડોદરા: મતદાન મથકો ખાતે "Know Your Polling Station" કેમ્પેઈન યોજાયું 2 - image

જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર બિજલ શાહે આજે શહેરના વિવિધ ૧૫ જેટલા મતદાન મથકોની મુલાકાત લઈ બી.એલ.ઓ.ને મતદાન મથકની તમામ જાણકારી મતદારોને આપવા સહિત મતદાન માટે જરૂરી પુરાવાઓ અંગેની જાણકારી આપવા સૂચનાઓ આપી હતી.

મતદાન મથકનું સ્થળ ખબર ન હોવાના કારણે અથવા તો મતદાન માટે જરૂરી ઓળખના પુરાવા અને એકથી વધુ પોલીંગ સ્ટેશન ધરાવતા પોલીંગ સ્ટેશન લોકેશન પર ક્યા મતદાન મથકમાં મતદાન માટે જવાનું છે તેની જાણકારીના અભાવે મતદારો મતદાન મથકે મુંઝવણ અનુભવતા હોય છે. જે અંગે મતદારોને, મતદાર યાદીમાં તેઓના ક્રમ તથા મતદાન મથકની માહિતી ઉપલબ્ધ કરાવવા જિલ્લાના દરેક મતદાન મથકે તમારું મતદાન મથક જાણો કાર્યક્રમ યોજાયો હતો. જેનો મહત્તમ મતદારોએ લાભ લઈ જાણકારી મેળવી હતી.

Tags :