વડોદરા : યુવક તેમજ તેની ગર્લફ્રેન્ડનું અપહરણ કરવાના બનાવમાં સંડોવાયેલા જેલના સિપાઇ તેમજ અન્ય એક શખ્સના આજે રિમાન્ડ પુરા થતાં જેલ સિપાઇને ગોધરા જેલમાં મોકલી આપવાનો અદાલતે આદેશ કર્યો હતો.
ભરચમાં રહેતા અફાન ઉસ્માનભાઇ કાનીએ માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે, ગત
૧૨ મી તારીખે બપોરે તે તથા તેની ગર્લફ્રેન્ડ કારમાં વડોદરા
એમ.એસ.યુનિવર્સિટીથી ભરૃચ જતા હતા ત્યારે આર્મી કેમ્પ આગળ સ્કોર્પિયો કારના ચાલકે તેમની કારને આંતરી હતી.
આ શખ્સોએ પોલીસની ઓળખ આપી હતી અને તેમણે ફરિયાદીની ગર્લ ફ્રેન્ડને કારમાંથી ઉતારી તેઓની કારમાં બેસાડીને લઇ ગયા હતા.
જ્યારે અન્ય બે આરોપીઓ ફરિયાદીને તથા તેના ડ્રાઇવરને બળજબરીથી બીજી કારમાં બેસાડી
અમદાવાદ લઇ ગયા હતા.
આ કેસમાં પોલીસે જેલના સિપાઇ તરીકે ફરજ બજાવતા યાજ્ઞિાક રમણભાઇ ચાવડા (રહે.જેલ સ્ટાફ
ક્વાર્ટર) અને આફતાબ નઇમ પઠાણ (રહે.તાંદળજા)ની ધરપકડ કરી હતી.આજે બન્ને આરોપીને
કોર્ટમાં રજૂ કરવામાં આવતા તપાસ અધિકારીએ રજૂઆત કરી હતી કે, આરોપી
યાજ્ઞિાક ચાવડા વડોદરા સેન્ટ્રલ જેલમાં સિપાઇની નોકરી કરતો હોવાથી તેને અન્ય
જેલમાં મોકલવામાં આવે. અદાલતે આરોપી યાજ્ઞિાકને ગોધરા જેલમાં અને આરોપી આફતાબને
વડોદરા જેલમાં મોકલી આપવાનો આદેશ કર્યો હતો.


