વડોદરા, તા. 06
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના સોમા તળાવ પાસે આવેલા રીશી પાર્ક અને ગણેશનગર વિસ્તારમાં શાકભાજીના પથારા વાળાના ઓટલા અને શેડ સહિત 2૦ જેટલા દબાણો તેમજ વાઘોડિયા રોડ બાપોદ વિસ્તારમાં tp scheme ના મુખ્ય રસ્તા પર છેલ્લા કેટલાક વર્ષોથી ગેરકાયદે દબાણ કરી રહેતા 34 જેટલા કાચા પાકા મકાનો તોડી પાડવામાં આવ્યા હતા તે સમયે કોર્પોરેશનની દબાણ શાખા ની ટીમ અને દબાણ કરનારા વચ્ચે ઘર્ષણ થયું હતું.
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફરી એક વાર રસ્તા પહોળા કરવા ને ધ્યાનમાં રાખી ગેરકાયદે દબાણો હટાવવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે તેને કારણે દબાણ શાખા ની ટીમ અને સ્થાનિક રહીશો વચ્ચે અવારનવાર ઘર્ષણ થતા રહ્યા હતા. ગઇકાલે મોડી સાંજે અને આજે સવારે શહેરના સોમા તળાવ અને બાપોદ પાસેના ગેરકાયદે દબાણો હટાવવા જતાં ફરી એકવાર કોર્પોરેશનની ટીમ અને દબાણ કરનારા વચ્ચે ઘર્ષણ થયું હતું. પરંતુ કોર્પોરેશનને પોલીસની મદદ લઇ દબાણ હટાવવાની ઝુંબેશ ચાલુ રાખી હતી.

વડોદરા શહેરના સોમા તળાવ પાસે આવેલા રીસી પાર્ક અને ગણેશ નગર વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી શાકભાજી ના કેટલાક ફેરિયાઓ એ શેડ અને ઓટલા બાંધી દઈ ગેરકાયદે રીતે કોર્પોરેશનની ખુલ્લી જગ્યામાં દબાણ કરી ધંધો કરતા હતા.
દરમિયાનમાં આજે કોર્પોરેશનની દબાણ શાખા ની ટીમ અને બોર્ડના અધિકારીઓ એ ગેરકાયદે બાંધેલા શેડ અને ઓટલા તોડી નાખવાની કામગીરી હાથ ધરી હતી ત્યારે શાકભાજીના પથારા વાળા સાથે કોર્પોરેશનની ટીમને ઘર્ષણ થયું હતું.
એ જ રીતે આજે સવારે કોર્પોરેશનની ટીમ બાપોદ વિસ્તારમાં ટીપી સ્કીમના મુખ્ય રસ્તા ઉપર વર્ષોથી કાચા પાકા મકાન હતા તેને હટાવવા દબાણ શાખા ની ટીમ સ્થળ પર પહોંચી હતી ત્યારે સ્થાનિક રહીશોએ વિરોધ કર્યો હતો અને કામગીરી અટકાવવા પણ પ્રયાસ કર્યો હતો પરંતુ પોલીસની દરમિયાનગીરી બાદ કોર્પોરેશને ટીપી સ્કીમના રસ્તામાં નડતરરૂપ કાચાપાકા 34 મકાન તોડી પાડવામાં આવ્યા હતા.


