પત્નીએ મોબાઈલ ચેક કરવા માંગતા પતિ ઉશ્કેરાયો, પત્નીને ઢીબી નાંખી
Vadodara : વડોદરાના વાઘોડિયામાં કોર્ટની પાછળ આવેલી અક્ષર ટાઉનશિપમાં રહેતો નિકુંજ મહેશભાઈ રોહિત ગઈ સાંજે ઘરની બહાર પોતાના મોબાઈલમાં મેસેજથી કોઈ સાથે વાત કરતા હતા. જેથી પત્ની પ્રિયંકાને શંકા જતા પતિનો મોબાઈલ ચેક કરવા માગતા નિકુંજ ઉશ્કેરાઈ ગયો હતો અને પત્નીની સાથે ઝઘડો કરી માર મારવા લાગ્યો હતો. આ વખતે નિકુંજની માતાએ વચ્ચે પડી બંનેને છોડાવ્યા હતા. બાદમાં પતિ અને પત્ની બંને ઘરમાં ગયા ત્યારે પતિએ ઉશ્કેરાઈને ફરી પત્નીને સાવરણી તેમજ હાથથી માર માર્યો હતો. બાદમાં હું કોઈથી બીતો નથી તેમ કહી ધમકી આપી હતી. આ અંગે વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી.