ગોરવાની જય નારાયણ સોસાયટીમાં રહેતા સુમિત્રાબેન અશોકભાઈ રાજકોટ નાના નાના દીકરા ચિરાગ નું લગ્ન વાઘોડિયા રોડ ઉકાજીના વાડીયામાં રહેતી સિમરન કલ્પેશભાઈ રાજપુત સાથે ગત ૨૫મી તારીખે નક્કી થયું હતું. 25મી તારીખે સાંજે સાડા સાત વાગે જાનૈયાઓ સંગમ ચાર રસ્તા પાસે આવે સ્વામી સર્વાનંદ હોલ ખાતે આવ્યા હતા. જાનૈયાઓ તૈયાર થઈને રાત્રે 10:30 વાગે લગ્નના સ્થળે હરણી રોડ નાગેશ્વર મહાદેવ મંદિર પહોંચ્યા હતા. એક કલાક બાદ જાનૈયાઓ જમવા બેઠા હતા. સુમિત્રાબેન તેમના પગ પાસે બેગ રાખી હતી, જે બેગમાં સોના ચાંદીના દાગીના તેમજ રોકડા રૂપિયા હતા. તે બેગ સુમીત્રાબેનની નજર ચૂકવીને ચોર લઈ ગયો હતો. જેમાં સોનાના અંદાજે પાંચ તોલા દાગીના, રોકડા 40,000 તેમજ સુમિત્રાબેનના એન.આર.આઈ પુત્ર વિરેન્દ્રના યુકેના ડ્રાઇવિંગ લાઇસન્સ અલગ અલગ બેન્કના ક્રેડિટ-ડેબિટ કાર્ડ હતા.


