Get The App

અમરેલીના બગસરા ખાતે વાસ્તુ પૂજન નિમિત્તે બહારગામ ગયા અને બંધ મકાનમાં 1.70 લાખના સોના-ચાંદીના દાગીનાની ચોરી

Updated: Jun 30th, 2025

GS TEAM

Google News
Google News
અમરેલીના બગસરા ખાતે વાસ્તુ પૂજન નિમિત્તે બહારગામ ગયા અને બંધ મકાનમાં 1.70 લાખના સોના-ચાંદીના દાગીનાની ચોરી 1 - image


વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં સુભાનપુરા હાઈટેન્શન રોડની શ્રદ્ધા સોસાયટીમાં રહેતા અને ફાર્માસ્યુટિકલ કંપનીમાં એક્ઝિક્યુટિવ તરીકે નોકરી કરતો યુવક પરિવાર સાથે બગસરા તા. 14મીએ જઈને તા. 16ની રાત્રે પરત આવ્યા હતા ત્યારે બંધ મકાનના દરવાજા યેનકેન ખોલીને તસ્કરો સોના ચાંદીના દાગીના મળીને કુલ રૂ. 1.70 લાખની માલમતા ચોરી ગયાની ફરિયાદ અંગે ગોરવા પોલીસે તપાસ હાથ ધરી છે.

શહેરના પશ્ચિમ વિસ્તારમાં સુભાનપુરા હાઈટેન્શન રોડની શ્રદ્ધા સોસાયટીમાં ભાડેથી રહેતા અભિષેક હર્ષદભાઈ બોસમીયા (32) ફાર્માસ્યુટિકલ કંપનીના એક્ઝિક્યુટિવ અમરેલી નજીકના બગસરા ખાતે કાકા સસરા ના મકાનના વાસ્તુપૂજન નિમિત્તે ગઈ તા. 14મીએ ગયા હતા. 

દરમિયાન અગાઉ મકાનમાં રહેતા પ્રવીણભાઈને સામે રહેતા મીનુબેનનો ફોનથી જાણ કરી હતી કે તમારા ઉપરના મકાનના દરવાજા ખુલ્લા છે. જેથી પ્રવીણભાઈએ અભિષેક બોસમીયાને આ અંગેની જાણ કરી હતી. જેથી તેમણે મકાનમાં તપાસ કરવા જણાવ્યું હતું. જ્યારે બીજી બાજુ અભિષેક બોસમીયા બગસરાથી તાત્કાલિક રવાના થઈને વડોદરા રાત્રે 8:30 વાગ્યાના સુમારે આવ્યા હતા. જ્યારે બીજી બાજુ પ્રવીણભાઈએ જાણ કરી હતી કે, કબાટ અને તિજોરીનો સામાન વેર વિખેર જમીન પર પડ્યો હોવાનું જણાવ્યું હતું. 

વડોદરા આવેલા ભાડુતે તપાસ કરતા બેડરૂમમાં પડેલા કબાટમાં કાપડની થેલી માંથી એક જોડી સોનાના પેન્ડલ નો સેટ (ચેન, બુટ્ટી, પેડલ) (10 ગ્રામ), સાત નંગ સોનાની વીંટી (18 ગ્રામ), સોનાની બુટ્ટી (4 ગ્રામ), સોનાની ચુક (0.300 ગ્રામ), સોનાની બુટ્ટી (500 ગ્રામ), તથા ચાંદીના બે કંદોરા (500 ગ્રામ), ચાંદીનો જુડો (300 ગ્રામ), ચાંદીની વીટી (50 ગ્રામ), પગના ચાંદીના વિછીયા (200 ગ્રામ), ચાંદીના સાંકળા (260 ગ્રામ), ચાંદીનો બ્રેસલેટ (80 ગ્રામ), ચાંદીની રાખડી (80 ગ્રામ), ત્રણ જોડ ચાંદીના સાંકળા (200 ગ્રામ), ચાંદીના કડા (400 ગ્રામ), ચાંદીનું નજર્યું (50 ગ્રામ), ચાંદીનો કંદોરો (200 ગ્રામ) સહિત 35ગ્રામથી વધુ સોનાના દાગીના અને 1.800 કિ. ગ્રા.થી વધુ ચાંદીના દાગીના મળીને કુલ રૂપિયા 1.70 લાખની માલમતા ચોરી ગયા અંગેની ફરિયાદ નોંધાવતા ગોરવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Tags :