Get The App

વડોદરા ગેસ કંપની દ્વારા પ્રથમવાર પોલીસની મદદ લઇ બાકી વસુલાત અને ગેરકાયદે ગેસ કનેક્શન સામે ઝુંબેશ શરૂ

Updated: Nov 24th, 2021

GS TEAM


Google News
Google News
વડોદરા ગેસ કંપની દ્વારા પ્રથમવાર પોલીસની મદદ લઇ બાકી વસુલાત અને ગેરકાયદે ગેસ કનેક્શન સામે ઝુંબેશ શરૂ 1 - image


વડોદરા, તા. 24 નવેમ્બર 2021 બુધવાર

વડોદરા ગેસ કંપની દ્વારા આજે સંવેદનશીલ એવા વાડી વિસ્તારમાં ગેસ બીલની બાકી વસુલાત અને ગેરકાયદે ગેસ કનેક્શન ઝડપી પાડવા માટે આજે પ્રથમવાર પોલીસની મદદ લઇ કાર્યવાહી હાથ ધરી હતી.જેમાં આજે બપોર સુધીમાં બાકી નાણાં માટે પાંચ કનેક્શનકાપ્યા અને મીટર લગાવ્યા વિના બાઈ પાસ કરેલા એવા સાત કનેક્શન ઝડપી પાડયા હતા.

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન અને ગેસ ઓથોરિટી ઓફ ઈન્ડિયા ની સંયુક્ત સાહસ વડોદરા ગેસ કંપની ના ડાયરેક્ટર શૈલેષ નાયકની સૂચનાથી સ્વપ્નિલ શુક્લ, શૈલેષ પંચાલ, અને વિરલ શાહ ની ત્રણ ટીમ બનાવી પ્રથમ વખત પોલીસની મદદ લઇ વડોદરાના સંવેદનશીલ વિસ્તારમાં છેલ્લા કેટલાક વર્ષથી ગેસ બીલ ભરપાઈ નહીં કરતા ગેસ ગ્રાહકો સામે આજે કડક કાર્યવાહી કરવામાં આવી હતી.

છેલ્લા પાંચ વર્ષ દરમિયાન વડોદરા ગેસ કંપનીના વાડી ઝોન વિસ્તારના રૂપિયા પાંચ કરોડ જેવી માતબર રકમ ભરપાઈ નહીં થતા આખરે આજે ગેસ કનેક્શન આપવાની શરૂઆત કરી હતી.

વડોદરા ગેસ કંપની દ્વારા પ્રથમવાર પોલીસની મદદ લઇ બાકી વસુલાત અને ગેરકાયદે ગેસ કનેક્શન સામે ઝુંબેશ શરૂ 2 - image

આજે વાડી વિસ્તારમાં વડોદરા ગેસ કંપનીની ત્રણ ટીમો દ્વારા કાર્યવાહી શરૂ થતાં સવારથી બપોર સુધીમાં બાકી રકમને ધ્યાનમાં રાખી પાંચ કનેક્શન આપવામાં આવ્યા હતા જ્યારે કેટલાક લોકો ના મકાનમાં મીટર લગાવ્યા વિના ગેસ કનેક્શન બાયપાસ કરી વધારાનું કનેક્શન મેળવી લઈને ઉપયોગ કરતા હોવાનું જણાઈ આવ્યું હતું એવા સાત ગેસ કનેક્શન પર મીટર લગાવવાની કામગીરી હાથ ધરી હતી.

આ અંગે શૈલેષ પંચાલ જણાવ્યું હતું કે વડોદરા ગેસ કંપની દ્વારા બાકી નાણાંની વસુલાત અને ગેરકાયદે ગેસ કનેકશન અંગે વાડી ઝોન વિસ્તારમાં તપાસ કરવામાં આવી રહી છે જેમાં સ્થળ ઉપર ગેસ બીલ ના બાકી ના હોય તેવા ગ્રાહકો પાસેથી બપોર સુધીમાં રૂપિયા અઢી લાખ ની વસુલાત કરવામાં આવી છે.

Tags :