Get The App

વડોદરાના રહેણાક વિસ્તારમાં 8 ફૂટ લાંબો મગર ઘૂસી ગયો, સફળ રેસ્ક્યુ કરાયું

Updated: Oct 20th, 2025

GS TEAM

Google News
Google News
વડોદરાના રહેણાક વિસ્તારમાં 8 ફૂટ લાંબો મગર ઘૂસી ગયો, સફળ રેસ્ક્યુ કરાયું 1 - image


Crocodile in Vadodara: વડોદરા શહેરના ગાજરાવાડી વિસ્તારમાં ફરી એકવાર મહાકાય મગર રહેણાક વિસ્તારમાં ઘૂસી આવતાં સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. મોડી રાત્રે આ મગરનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું, જે જોવા માટે લોકોના ટોળેટોળાં ઉમટી પડતાં થોડીવાર માટે દોડધામ પણ મચી ગઈ હતી.

વડોદરા શહેરમાં નદી અને નાળામાંથી મગરો બહાર નીકળીને રહેણાક વિસ્તારોમાં આવી જવાની ઘટનાઓ અવારનવાર બનતી રહે છે. ગાજરાવાડી સુએઝ પંપિંગ સ્ટેશન પાસેના નાળામાં પણ મગરો હોવાને કારણે આસપાસના સ્થાનિક રહેવાસીઓમાં સતત ડરનો માહોલ જોવા મળી રહ્યો છે.

થોડા સમય પહેલાં જ આ વિસ્તારમાંથી એક મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. ગઈ મોડી રાત્રે ફરી એકવાર આઠ ફૂટનો એક મહાકાય મગર રહેણાક વિસ્તારમાં દેખા દેતાં લોકોમાં ભારે દોડધામ મચી હતી.

આ બનાવની જાણ તાત્કાલિક જીવદયા કાર્યકરોને કરવામાં આવતાં હેમંત વઢવાણાની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ટીમે ભારે જહેમત બાદ આ આઠ ફૂટ લાંબા મગરનું સફળ રેસ્ક્યુ કર્યું હતું અને ત્યારબાદ તેને ફોરેસ્ટ વિભાગને સોંપવામાં આવ્યો હતો. મગર પકડાતાં સ્થાનિકોએ હાશકારો અનુભવ્યો હતો.


Tags :