Get The App

વડોદરા: અંગત અદાવતે ચાર શખ્સોએ યુવકને રોડ ઉપર સુવડાવી માર માર્યો

Updated: Jan 25th, 2022

GS TEAM

Google News
Google News
વડોદરા: અંગત અદાવતે ચાર શખ્સોએ યુવકને રોડ ઉપર સુવડાવી માર માર્યો 1 - image

વડોદરા, તા. 25 

વડોદરામાં ડોન બોસ્કો શાળા નજીક અંગત અદાવતે યુવકને આંતરી બાઈક સવાર ચાર શખ્સોએ રસ્તા ઉપર સુવડાવી પટ્ટા વડે મારમારી ફરાર થઈ જવાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે. ઇજાગ્રસ્ત યુવક બાંકડે સૂઈ જતા અજાણ્યો ગઠિયો લેપટોપ પણ ચોરી ગયો.

વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં રહેતો વિરાજ ધાકડીયા ખાનગી કંપનીમાં નોકરી કરે છે. તેણે ફરિયાદ નોંધાવી હતી કે 22મી જાન્યુઆરીના રોજ મારા મિત્ર ને લેપટોપ આપવા માટે ડોન બોસ્કો શાળા નજીકથી ચાલતો પસાર થઈ રહ્યો હતો. તે સમયે એક બાઈક ઉપર ચાર શખ્સો ધસી આવ્યા હતા. જેમાં અક્ષય ઉર્ફે જીગો સોલંકી, પ્રશાંત ઉર્ફે પસો , રામુ સોલંકી (ત્રણેવ રહે - નિર્મલ પાર્ક, માંજલપુર ) અને રવિ ઉર્ફે ચકેડી ( રહે- જાંબુઆ ,વુડાના મકાન ) નો સમાવેશ થાય છે. તેઓએ જણાવ્યું હતું કે, તારો મિત્ર અજય ચૌધરી ક્યાં છે અમારે તેને મારવો છે. ત્યારબાદ ઉપરોક્ત હુમલાખોરોએ મને રસ્તા ઉપર સુવડાવી પટ્ટા વડે માર માર્યો હતો. હું બેભાન જેવો થતા હુમલાખોરો નાસી છૂટયા હતા. ઇજાગ્રસ્ત બનતા હું ડોન બોસ્કો શાળા પાસે ના બાંકડા ઉપર સૂઈ ગયો હતો. તે સમયે અજાણ્યો ગઠિયો લેપટોપની બેગ ચોરી નાસી છૂટ્યો છે.