Gujarat

વડોદરા: તમાકુના થેલામાંથી 28,500નો વિદેશી દારૂનો જથ્થો મળ્યો

By GS TEAM
21 Feb 20261 min read
TukuTouch Logo
વડોદરા શહેર નજીકના વઢવાણા ગામે ડભોઇ પોલીસે પાડેલા દરોડા દરમિયાન મકાનની બાજુના બાથરૂમમાં મુકેલા વિમલના થેલામાંથી દેશી બનાવટના વિદેશી દારૂ રૂ. 28,500થી વધુના 60 ક્વાર્ટરિયા મળી આવતા પોલીસે કબજે લઈ ફરાર આરોપી ઘનશ્યામ ઉર્ફે ગુનાની તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરા: તમાકુના થેલામાંથી 28,500નો વિદેશી દારૂનો જથ્થો મળ્યો

વડોદરા શહેર નજીકના વઢવાણા ગામે ડભોઇ પોલીસે પાડેલા દરોડા દરમિયાન મકાનની બાજુના બાથરૂમમાં મુકેલા વિમલના થેલામાંથી દેશી બનાવટના વિદેશી દારૂ રૂ. 28,500થી વધુના 60 ક્વાર્ટરિયા મળી આવતા પોલીસે કબજે લઈ ફરાર આરોપી ઘનશ્યામ ઉર્ફે ગુનાની તપાસ હાથ ધરી છે.

શહેર નજીકના વઢવાણા ગામે ડભોઇ પોલીસે ગઈ રાત્રે ઘનશ્યામ ઉર્ફે ગનો નારાયણ પાટણવાડીયાના મકાનની બાજુના બાથરૂમમાં મકાનની બાજુના બાથરૂમમાં બાતમી આધારે દરોડો પાડયો હતો. દરોડામાં બાથરૂમમાંથી વિમલનો થેલો મળી આવ્યો હતો. જેમાં તપાસ કરતા દેશી બનાવટના વિદેશી દારૂ રૂપિયા 28,500ના 60 ક્વાટરિયા મળી આવતા પોલીસે કબજો લીધા હતા. તપાસ દરમિયાન આરોપી ઘનશ્યામ ઉર્ફે ગનો નારાયણ પાટણવાડીયા (રહે વઢવાણા ગામ) ફરાર જણાયો હતો. બનાવ અંગે પોલીસે કાનુની કાર્યવાહી કરી હતી.