ઓફિસમાં ચોરી કર્યા બાદ તળાવમાં ફેંકેલું કેમેરાનું ડીવીઆર વડોદરા ફાયર બ્રિગેડે બીજા દિવસે શોધી કાઢ્યું
Vadodara : વડોદરાના પાણીગેટ વિસ્તારમાં આવેલી એક બિલ્ડરની ઓફિસમાં રૂ.6 લાખની ચોરીનો બનાવ બન્યો હતો. જેમાં પોલીસે બે જણાને ઝડપી પાડ્યા છે.
પકડાયેલા બંને શખ્સ ઓફિસના જ કર્મચારી હોવાની વિગતો જાણવા મળી છે. જેમની વધુ પૂછપરછ કર્યા બાદ ઓળખ જાહેર કરવામાં આવનાર છે. ન્યુ હેવન એન્કલેવમાં ચોરી કર્યા બાદ કેમેરાનું ડીવીઆર આજવા રોડ ખાતે કમલા નગરના તળાવમાં ફેંકી દેવામાં આવ્યું હતું.
પોલીસે વડોદરા ફાયર બ્રિગેડની મદદ લેતા ગઈકાલે શોધખોળ કર્યા બાદ આજે ફરીથી પાણીગેટ ફાયર બ્રિગેડની ટીમ દ્વારા શોધ કરવામાં આવી હતી. સૈનિક જયેશ ભાલીયાએ કહ્યું હતું કે અઢી કલાકની શોધખોળ બાદ અમને ડીવીઆર શોધવામાં સફળતા મળી હતી. જે પોલીસને સોંપ્યું છે.