વડોદરા ફાયર બ્રિગેડ દ્વારા સ્કૂલ, હોસ્પિટલ, હોટલ જેવા સ્થળોએ ટ્રેનિંગનું અભિયાન

વડોદરા ફાયર બ્રિગેડ દ્વારા જુદી જુદી સંસ્થાઓમાં આગ લાગે ત્યારે શું કરવું તેની તાલીમ આપવામાં આવી રહી છે. જે દરમિયાન આજે પાણીગેટ ફાયર સ્ટેશન ખાતે શાળાના બાળકોને તાલીમ આપવામાં આવી હતી.
વડોદરા શહેરમાં ભૂતકાળમાં બનેલા આગના બનાવોને અનુલક્ષીને ફાયર બ્રિગેડ દ્વારા જાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત સિવિલ હોસ્પિટલ, ખાનગી હોસ્પિટલ, હોટલો, ઉદ્યોગો તેમજ શૈક્ષણિક સંસ્થાઓ ખાતે ટ્રેનિંગ આપવામાં આવી રહી છે.
બે દિવસ પહેલા જેતલપુર રોડની હોટલ ખાતે સ્ટાફને ટ્રેનિંગ કાર્યક્રમ યોજાયા બાદ આજે પાણીગેટ ફાયર સ્ટેશન ખાતે સ્કૂલના બાળકોને તાલીમ આપવામાં આવી હતી. જેમાં આગ કે ધુમાડાથી ગભરાઈ નહીં જવું અને બચવા માટે શું ઉપાય કરવા તેની તાલીમ આપવામાં આવી હતી. શિક્ષકો પણ આ તાલીમમાં હાજર રહ્યા હતા.
ડેપ્યુટી ચીફ ફાયર અમિત ચૌધરીએ કહ્યું હતું કે આ કાર્યક્રમમાં હવે રોજેરોજ જુદી જુદી સંસ્થાઓમાં ચાલુ રાખવામાં આવનાર છે.