1000 કરોડ સુધીની લોન અપાવીએ છીએ તેમ કહી વડોદરાની ફાઈનાન્સ કંપનીએ 48.90 લાખ પડાવ્યા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરાના જેતલપુર રોડ વિસ્તારમાં આવેલી એક ફાઇનાન્સ કંપનીએ મુંબઈના એજન્ટના બે કલાઈન્ટને લોન અપાવવાના નામે છેતરપિંડી કરતા સંચાલકો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
મુંબઈના વસઈ ખાતે રહેતા અને લોન એજન્ટ તરીકે કામ કરતા વિશાલ બનૅવાલે પોલીસને કહ્યું છે કે, ઓગસ્ટ 2023માં બિનીતા કંસારા એ ફોન કરી વડોદરા ની ધનલક્ષ્મી ફીનકોપૅ માંથી વાત કરતી હોવાનું કહી તેમની કંપની એક કરોડથી 1000 કરોડ સુધીની લોન અપાવે છે તેમ કહ્યું હતું.
બિનીતાએ એમ પણ કહ્યું હતું કે લોનની ટર્મ્સ અને કન્ડિશન જાણવી હોય તો જેતલપુર રોડના ઇન્ડિયા બુલ્સ ખાતે આવેલી તેમની ઓફિસમાં રૂબરૂ આવવું પડશે. જેથી હું વડોદરા કંપનીની ઓફિસમાં આવ્યો હતો.
વિશાલે કહ્યું છે કે, મારા ફ્લાઇટ રવિશંકર ક્રિષ્નારાજેયાને લેક રિસોર્ટ ના પ્રોજેક્ટ માટે 30 કરોડની લોન જોઈતી હોવાથી મેં આ કંપનીનો સંપર્ક કરાવ્યો હતો. જેથી તેની પાસેથી લોન પ્રોસેસ તેમજ વિવિધ ચાર્જ પેટે 18.50 લાખ લેવામાં આવ્યા હતા. આવી જ રીતે બીજા ક્લાઈન્ટ વૈજનાથ સાવન ને એગ્રો ઇન્ડસ્ટ્રીઝ માટે 50 કરોડની લોન જોઈતી હોવાથી તેની પાસે પણ 30.40 લાખ પડાવી લેવામાં આવ્યા હતા. પરંતુ ત્યારબાદ લોન થઈ ન હતી અને રકમ પણ પરત મળી ન હતી. જેથી પોલીસે ફાઇનાન્સ કંપનીના સંચાલક જયેશ મગનલાલ પટેલ, જયેશ બાબુભાઈ પટેલ, બિનિતા કંસારા અને રીતુ દવે સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.








