Get The App

મોરેશિયસમાં યોગા ડે એ ગ્રુપ પરફોર્મન્સના નામે વડોદરાના મહિલા પ્રિન્સિપાલ સાથે ઠગાઇ

Updated: Sep 13th, 2025

GS TEAM

Google News
Google News
મોરેશિયસમાં યોગા ડે એ ગ્રુપ પરફોર્મન્સના નામે વડોદરાના મહિલા પ્રિન્સિપાલ સાથે ઠગાઇ 1 - image

વડોદરાઃ ડોદરાના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનું ગુ્રપ પરફોર્મન્સ કરી ભારતીય સંસ્કૃતિના પ્રચાર માટે ગોરવાની ખાનગી સ્કૂલના નિવૃત્ત મહિલા પ્રિન્સિપાલ સાથે એક સંસ્થાના સંચાલક દ્વારા ૨.૮૭ લાખની ઠગાઇ કરવાનો બનાવ બનતાં ગોરવા પોલીસે ગુનો નોંધ્યો છે.આરોપી પકડાય તો બીજા ગુના આચર્યા છે કે કેમ તેનો ભેદ ખૂલશે.

સુભાનપુરાની સ્નેહધારા સોસાયટીમાં રહેતા હિમેશભાઇ ઓઝાએ પોલીસને કહ્યું છે કે,મારા પત્ની વંદનાબેન ગોરવાની સીકે પ્રજાપતિ સ્કૂલમાં પ્રિન્સિપાલ હતા ત્યારે ડિસેમ્બર-૨૦૨૪માં કનુ બાલુભાઇ પટેલ (પંડિત દિનદયાળ નગર,વુડાના મકાનમાં, યશ કોમ્પ્લેક્સ સામે,ગોત્રી)તેમને મળ્યા હતા. કનુ પટેલે તેઓ જુદીજુદી સંસ્થા ચલાવે છે અને ભારતીય સંસ્કૃતિના પ્રચાર માટે યુએસ, મોરેશિયસ જેવા દેશોમાં વિદ્યાર્થીઓ, પ્રિન્સિપાલ અને એક કોઓર્ડિનેટરને લઇજઇ તમામ ખર્ચ સંસ્થા કરે છે તેમ કહ્યું હતું.

પોલીસના કહ્યા મુજબ,ત્યારબાદ કનુ પટેલે પ્રિન્સિપાલને મોરેશિયસમાં આમંત્રણ મળ્યાની વાત કરી હતી અને તેમની પ્રવૃત્તિને લગતા ફોટા પણ બતાવ્યા હતા.તેમણે વડોદરાની મોટી સ્કૂલોના પ્રિન્સિપાલોને પણ ત્યાં લઇ જવાના છે તેવો મેસેજ મોકલ્યો હતો.

કનુ પટેલે મોરેશિયસની પ્રિવિઝિટના નામે પ્રિન્સિપાલ,તેમના પતિના વિઝા પ્રોસેસ માટે ૫૧,૬૦૦,લેબ ટેસ્ટ માટે રૃ.૭૨૦૦, કરન્સી એક્સ્ચેન્જ માટે રૃ.૮૭,૬૦૦ અને ત્યાંથી ગોલ્ડ લાવવા ત્રીજી વ્યક્તિની જરૃર છે તેમ કહી પ્રિન્સિપાલની ભત્રીજીના નામે રૃ.૯૦,૦૦૦ મળી કુલ રૃ.૨.૮૭ લાખ પડાવ્યા હતા.પરંતુ ત્યારબાદ વારંવાર વાયદા કર્યા હતા અને આજ સુધી ટિકિટ કે વિઝા નહિ મોકલી ઠગાઇ કરી હતી.

30 ગ્રામ ગોલ્ડ મળવાનું છે,90000 ભરવા પડશે જે રિફંડેબલ હશે

કનુ પટેલે પ્રિન્સિપાલ અને તેમના પતિને કહ્યું હતું કે,મોરેશિયસમાં પ્રોગ્રામ કરવાથી ગિફ્ટમાં ૩૦ ગ્રામ ગોલ્ડ મળવાનું છે.એક વ્યક્તિ ૧૦ ગ્રામ લાવી શકશે.જેથી તમે બે પતિ-પત્ની ૨૦ ગ્રામ લાવી શકશો.પણ બાકીના ૧૦ ગ્રામ માટે એક વ્યક્તિનું નામ લખાવવું પડશે.કસ્ટમમાં મારું ગુ્રપ એલાઉ છે અને વધારાના ૧૦ ગ્રામ માટે રૃ.૯૦ હજાર ભરવા પડશે.જે રિફંડેબલ હશે.

કનુએ કહ્યું,હું નટરાજ ગુ્રપ,સાવી આર્ટ અને મલ્લિકા આર્ટ ચલાવું છું

કનુ પટેલે મહિલા પ્રિન્સિપાલને કહ્યું હતું કે,હું નટરાજ ગુ્રપ ઓફ પરફોર્મિંગ આર્ટ્સ, સાવી એન્ટરટેન્ટમેન્ટ આર્ટ નામની સંસ્થા ચલાવું છે.જ્યારે,મલ્લિકા આર્ટ એન્ડ પ્રોડક્શન(ફર્સ્ટ ફ્લોર,ધ સ્પેસ, સિગ્નેટ હબ,કૃણાલ ચારરસ્તા,ગોત્રી)નો એમડી છું. તેણે વિશ્વાસ સંપાદન કરવા માટે સંસ્થાની  પ્રવૃત્તિના ફોટા પણ બતાવ્યા હતા.

ઇન્વિટેશન,ગોલ્ડ ગિફ્ટ એગ્રીમેન્ટ બધું જ બોગસ

પોલીસે કહ્યું છે કે,કનુ પટેલે મોરેશિયસના હિન્દુ હાઉસના નામે ઇન્વિટેશન મોકલ્યું હતું.જેની પૂર્વ પ્રિન્સિપાલ વંદનાબેન અને તેમના પતિએ તપાસ કરતાં તે વર્ષ-૨૦૨૨થી જ બંધ થઇ ગયું હોવાનું જણાઇ આવ્યું હતું.આ ઉપરાંત તેણે ગોલ્ડ ગિફ્ટ ડિલિવરીનો બોગસ એગ્રીમેન્ટ પણ બનાવ્યો હતો.જ્યારે તેની સંસ્થાઓના પણ લેટર્સ બનાવ્યા હતા.જે બોગસ જણાઇ આવ્યા છે.કનુએ નિયત તારીખોએ ટિકિટો પણ મોકલી નહતી અને વાયદાઓ કરતાં પોલ ખૂલી હતી.

Tags :