પોસ્ટ ખાતાની મહિલા એજન્ટ દ્વારા ખાતું ખોલાવવાના બહાને 2.18 લાખની છેતરપિંડી
Vadodara Fraud Case : વડોદરાના એમજી રોડ પર પ્રતાપ ટાવર નજીક આનંદ સોસાયટીમાં રહેતા 69 વર્ષનો ઉષાબેન નાગજીભાઈ મહેતાએ માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે પોસ્ટ ઓફિસમાં મારું બચત ખાતું હોવાથી પોસ્ટ ઓફિસ ખાતે જતી હતી. તે દરમિયાન જયશ્રીબેન ગોપાલભાઈ ગાંધી (રહે-સુબોધનગર માંજલપુર) સાથે મિત્રતા થઈ હતી. અને તેમણે પોતાની ઓળખાણ પોસ્ટના એજન્ટ તરીકે આપી હતી. તેમને મારું મહિલા પ્રધાન કેન્દ્રીય બચત યોજનાનું ખાતું પાંચ વર્ષ માટે ખોલાવી 1.20 લાખ લીધા હતા અને મારા ખાતામાં માત્ર 18,000 જમા કરાવ્યા હતા. તેમજ મારા ભત્રીજા મોહિત મહેતાના પણ મહિલા પ્રધાન ક્ષેત્રિય બચત યોજનામાં 10 વર્ષ માટે ખાતું ખોલાવી 1.16 લાખ રૂપિયા લઈને પોતાના અંગત ખર્ચમાં વાપરી નાખ્યા હતા.